Haryana Election Results : હરિયાણામાં કોંગ્રેસની હારનું કારણ બનનારી AAP એ પરિણામ બાદ શું કહ્યું?
Haryana Election Results 2024 : હરિયાણામાં કોંગ્રેસ માટે એકતરફી ગણાતી વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીને હારનો સામનો કરવો પડ્યો છે.
હરિયાણામાં ઘણા અંશો કોંગ્રેસની હાર પાછળ આમ આદમી પાર્ટીને કારણરૂપ ગણવામાં આવી રહી છે. આમ આદમી પાર્ટી એક પણ સીટ જીતી શકી નથી પરંતુ તેના મતોએ કોંગ્રેસને હરાવી છે.

જાણકારો માને છે કે જો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થયુ હોત તો પરિણામ અલગ હોત. ઘણી સીટોના મતોના તફાવતોમાં આ વાત સામે આવી છે.
હરિયાણા અને જમ્મુ કાશ્મીરની 180 સીટોની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને કાશ્મીરમાં માત્ર એક સીટ મળી છે. આ હાર બાદ આમ આદમી પાર્ટીએ દાવો કર્યો છે કે જો ગઠબંધન કરીને ચૂંટણી લડ્યા હોત તો કોંગ્રેસ ન હારતી.
આમ આદમી પાર્ટીના પ્રવક્ત્તા પ્રિયંકા કક્કરે કહ્યું કે, અમે ગઠબંધન ઇચ્છતા હતા, જો હરિયાણામાં ગઠબંધન થયું હોત તો તે ફાયદાકારક હતું, અમને લાગે છે કે માત્ર કોંગ્રેસને જ સૌથી વધુ ફાયદો થયો હોત. આ ઓવર કોન્ફિડન્સ હતો. કોંગ્રેસને સ્વીકાર્ય નહોતું, હવે પરિણામો આવી ગયા છે, તેનું પોસ્ટમોર્ટમ કરવાની જરૂર નથી.
અહીં કોંગ્રેસને હરાવવા આમ આદમી પાર્ટીએ ઉમેદવારો ઉભા રાખ્યા હોવાના સવાલનો જવાબ આપતા પ્રિયંકા કક્કરે કહ્યું કે, આ બિલકુલ ખોટું છે. ભાજપને હરાવવાનું અમારું સૌનું એક જ લક્ષ્ય હતું અને જો અમે ગઠબંધનમાં હોત તો કોંગ્રેસને સૌથી વધુ ફાયદો થાત.
તેમણે કહ્યું કે, યુપીમાં કોંગ્રેસને 17 સીટો આપનારી સમાજવાદી પાર્ટી કોંગ્રેસને જરૂરી નથી લાગી. આમ આદમી પાર્ટીએ દિલ્હીમાં લોકસભાની ચૂંટણીમાં ત્રણ સીટો આપી, આવા સહયોગીઓને સાથે લેવા જોઈએ.
દિલ્હીમાં કોંગ્રેસ અને AAP એકસાથે ચૂંટણી લડવાના સવાલ પર કહ્યું કે હવે અમે દિલ્હીમાં એકલા હાથે ચૂંટણી લડીશું. એક તરફ અતિવિશ્વાસુ કોંગ્રેસ અને બીજી તરફ ઘમંડી ભાજપ સામે અમે એકલા હાથે ચૂંટણી લડીશું. અમે નક્કી કર્યું છે કે અમે દિલ્હીમાં એકલા હાથે ચૂંટણી લડીશું.












Click it and Unblock the Notifications
