Haryana Elections 2024 : હરિયાણા ચૂંટણી પહેલા જ AAP એ હાર માની લીધી? જાણો કેજરીવાલે આવુ કેમ કહ્યું?

Haryana Assembly Elections 2024 : કેજરીવાલના હોમ સ્ટેટ હરિયાણામાં પગ પેસારો કરવા આમ આદમી પાર્ટી લાંબા સમયથી રણનીતિ બનાવી રહી હતી.

જો કે હાલમાં જે રીતે ચૂંટણી કોંગ્રેસ તરફ આગળ વધી રહી છે તેને જોતા આમ આદમી પાર્ટીએ હાર માની લીધી હોય તેવી સ્થિતી સર્જાઈ છે. કેજરીવારના ભાષણોમાં આ સંકેત મળી રહ્યાં છે.

Haryana Elections 2024

ક્યારેક કેજરીવાલ હરિયાણામાં સરકાર બનાવવાનો દાવો કરતા હતા પરંતુ હવે તે કહી રહ્યાં છે કે તેમના વગર કોઈ પાર્ટીની સરકાર નહીં બને. આ એ વાતનો સંકેત છે કે તેમને સ્થિતીનો આભાસ થઈ રહ્યો છે.

હાલમાં જ એક રેલીને સંબોધતા અરવિંદ કેજરીવાલે કહ્યું કે, તે થોડા દિવસ પહેલા જ જેલમાંથી મુક્ત થયા છે. જો તે ત્રણ-ચાર મહિના પહેલા જેલમાંથી છૂટ્યો હોત તો હરિયાણામાં સામાન્ય માણસના આધારે પાર્ટીની સરકાર બની હોત. પરંતુ તેમ છતાં હું એમ કહીને જતો રહ્યો છું કે અમારા વિના હરિયાણામાં સરકાર નથી બની રહી. જે પણ સરકાર બનશે તે કામ કરીને તેમની ગેરંટી પૂરી કરાવશે.

હરિયાણાના લોકોને કેજરીવાલે 5 ગેરંટી આપી છે. આ ગેરંટીઓમાં 24 કલાક મફત વિજળી અને બાકી બિલોની માફી અને પંજાબ-દિલ્હીની જેમ ઉત્તમ શાળાઓ બનાવવાનો દાવો કર્યો છે.

આ સિવાય કેજરીવાલે હરિયાણામાં શાનદાર હોસ્પિટલ અને 12 લાખ રોજગારીની વાત કરી છે. અહીં કેજરીવાલે રાજ્યની મહિલાઓને દર મહિને ખાતામાં 1 હજાર રૂપિયા આપવાની વાત કરી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X