Haryana Exit Poll 2024: હરિયાણાની ટૉપ 10 સીટ પર જાટ- મુસ્લિમ મતદારોનું સૌથી વધુ મતદાન, કોને થશે ફાયદો?
હરિયાણામાં આજે 5 ઓક્ટોબર 2024ને શનિવારે એક તબક્કામાં તમામ 90 બેઠકો પર વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી. સાંજે 6 વાગ્યા સુધીમાં 61% થી વધુ મતદાન નોંધાયું હતું. મતદાનના આંકડાઓ પર નજર ફેરવીએ તો હરિયાણાની ટૉપ 10 સીટ પર જોરદાર મતદાન થયું. જાટ અને મુસ્લિમ બહુમતિ વાળી સીટો પર નોંધપાત્ર મતદાન થયું.

મેવાતમાં સૌથી વધુ મતદાન
હરિયાણાના મેવાતમાં સાંજે 5 વાગ્યે 68.28% મતદાન થયું, જે હરિયાણાના અન્ય તમામ જિલ્લાઓ કરતાં વધુ છે. મુસ્લિમ બહુમતી વાળા મેવાત જિલ્લાની ફિરોજપુર સીટ પર 67.4% મતદાન થયું, નૂંહ સીટ પર 70.5% મતદાન થયું, પુન્હાના સીટ પર 67.1% મતદાન થયું. કોંગ્રેસનો ગઢ ગણાતા મેવાતમાં થયેલ જબરદસ્ત મતદાન પછી હરિયાણામાં સત્તા પરિવર્તનના સંકેત મળી રહ્યા છે.
હરિયાણાની ટૉપ 10 સીટ પર કેટલું મતદાન થયું?
નાયબ સિંહ સૈની જ્યાંથી લડી રહ્યા છે તે લાડવા સીટ પર 70 ટકા મતદાન થયું છે. ભૂપેન્દ્ર સિંહ હૂડ્ડા જે સીટ પરથી લડી રહ્યા છે તે વિધાનસભા સીટ ગઢી-સાંપલા-કિલોઈ પર 61 ટકા મતદાન થયું છે. દુષ્યંત ચૌટાલા જે સીટ પરથી લડી રહ્યા છે તે ઉચાના કલાં સીટ પર 67 ટકા મતદાન થયું છે. વિનેશ ફોગાટની સીટ જુલાના પર 69.80 ટકા મતદાન થયું છે.
અભય સિંહ ચૌટાલાની એલનાબાદ સીટ પર 67 ટકા મતદાન થયું છે. ચંદ્ર મોહન બિશ્નોઈની પંચકૂલા સીટ પર 51.90 ટકા મતદાન થયું છે. અનિલ વિજની અંબાલા કૈંટ સીટ પર 59.30 ટકા મતદાન થયું. ગોપાલ કાંડાની સિરસા સીટ પર 59.20 ટકા મતદાન થયું. સાવિત્રી જિંદલની હિસાર સીટ પર 57 ટકા મતદાન થયું. આદિત્ય સુરજેવાલાની કૈથલ સીટ પર 62 ટકા મતદાન થયું.
જાટ બહુમતિ વાળી બેઠકો
જણાવી દઈએ કે હરિયાણા વિધાનસભાની 90 સીટમાંથી 57 બેઠક એવી છે જ્યાં 10 ટકાથી વધુ જાટ વસ્તી છે. રોહતક, હિસાર અને કરનાલ જિલ્લાની સીટ જાટ બેલ્ટમાં છે. વર્ષ 2019ની હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં જાટ બહુમતિ વાળા વિસ્તારોની 20 સીટ કોંગ્રેસે જીતી હતી, ભાજપે 19 સીટ જીતી હતી તથા અન્ય પાર્ટીઓએ 18 સીટ જીતી હતી.
હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં દલિત બહુમતી વાળી બેઠકો
હરિયાણામાંની કૂલ 49 બેઠક એવી છે જ્યાં દલિત બહુમતિ વાળા મતદાતા રહે છે. હિસારમાં 11 , અંબાલા અને રોહતકમાં 9-9 અને ગુરુગ્રામમાં 8 સીટ પર દલિત બહુમતી છે. 2019ની વિધાનસભા ચૂંટણીમાં દલિત બહુમતી વાળા વિસ્તારોમાં ભાજપે કૂલ 21 બેઠક જીતી હતી, કોંગ્રેસે 15 બેઠક જીતી હતી અને અન્યોએ 13 બેઠક જીતી હતી.












Click it and Unblock the Notifications
