For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હરિયાણાઃ દોઢ વર્ષ સુધી પતિએ પત્નીને શૌચાલયમાં રાખી કેદ, બહાર આવતા જ માંગ્યુ ભોજન

હરિયાણામાં પતિ પર આરોપ છે કે તેણે એક વર્ષથી વધુ સમય સુધી પોતાની પત્નીને શૌચાલયમાં બંધ રાખી હતી.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ હરિયાણામાં માનવતાને શરમમાં મૂકી દે તેવુ કૃત્ય સામે આવ્યુ છે. અહીં એક મહિલાને એક વર્ષથી વધુ સમય સુધી શૌચાલયમાં બંધ રાખવામાં આવી. મહિલાના પતિ પર આરોપ છે કે તેણે એક વર્ષથી વધુ સમય સુધી પોતાની પત્નીને શૌચાલયમાં બંધ રાખી હતી. આ ઘટના હરિયાણાા પાણીપતના સનોલીની છે. રિપોર્ટ અનુસાર આરોપી પતિ પત્નીને મારતો હતો અને તેને જમવાનુ પણ આપતો નહોતો.

બહાર આવતા જ માંગ્યુ ભોજન

બહાર આવતા જ માંગ્યુ ભોજન

ઘટના સામે આવ્યા બાદ જિલ્લા સંરક્ષણ અધિકારી રજની ગુપ્તાએ સનોલી પોલિસની મદદ માંગી. પોલિસની મદદથી મહિલાને કેદમાંથી મુક્ત કરવામાં આવી. મહિલા જ્યારે શૌચાલયમાંથી બહાર નીકળી તો તેણે સૌથી પહેલા જમવાનુ માંગ્યુ. મહિલાને બહાર કાઢ્યા બાદ તેને નવડાવવામાં આવી, બંગડીઓ પહેરાવવામાં આવી અને મહિલાએ લિપસ્ટીક પણ માંગી. આટલા લાંબા સમય સુધી શૌચાલયમાં બંધ રહેવાના કારણે મહિલાના પગ સીધા નહોતા થઈ શકતા. મહિલાની હાલત જોઈન કોઈની આંખો ભીની થઈ જશે.

લગભગ દોઢ વર્ષથી કેદ

લગભગ દોઢ વર્ષથી કેદ

આરોપ છે કે 35 વર્ષીય રામરતિના પતિ નરેશે મહિલાને લગભગ દોઢ વર્ષ સુધી શૌચાલયમાં બંધક બનાવીને રાખી હતી અને તેને દિવસમાં માત્ર એક વાર જમવા માટે બહાર કાઢવામાં આવતી હતી. રજની ગુપ્તાએ જણાવ્યુ કે અમને આ બાબતે સૂચના મળી હતી ત્યારબાદ અમે નરેશના ઘરે પહોંચ્યા, એ વખતે નરેશ પોતાના દોસ્તો સાથે પત્તા રમતો હતો. જ્યારે અમે તેેને રામરતિ વિશે પૂછ્યુ તો તેણે કોઈ જવાબ ન આપ્યો. જ્યારે તેની કડકાઈથી પૂછપરછ કરી તો તે અમને પહેલા માળે લઈ ગયો અને શૌચાલયનો દરવાજો ખોલ્યો જ્યાં રામરતિ બંધ હતી.

શરીર હાડપિંજરમાં ફેરવાયુ

શરીર હાડપિંજરમાં ફેરવાયુ

મહિલા શૌચાલયમાં ગંદા કપડામાં હતી, શરીરના હાડકાં દેખાતા હતા. બહાર નીકળતા જ મહિલાએ રોટલી માંગી. મહિલા જમી અને કેદમાંથી આઝાદ થવાની ખુશી તેના ચહેરા પર સ્પષ્ટ દેખાતી હતી. નરેશે જણાવ્યુ કે 10 વર્ષ પહેલા રામરતિના પિતા અને ભાઈનુ મોત થઈ ગયુ હતુ ત્યારબાદથી જ રામરતિ માનસિક રીતે બિમાર છે. મને ડર હતો કે તે ક્યાંય જતી ના રહે કે કોઈ તેને નુકશાન ના કરી દે માટે તેને શૌચાલયમાં બંધ કરીને રાખતો હતો. વળી, જ્યારે તેને ઈલાજના કાગળ માંગ્યા તો તેણે 3 વર્ષ જૂના કાગળો બનાવ્યા. આ બાબતે સ્ટેશન પ્રભારી સુરેન્દ્ર સિંહે આરોપી સામે કેસ નોંદી લીધો છે. આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે.

ગુજરાતઃ સ્ટેચ્યુ ઑફ યુનિટી અને ગીર અભ્યારણ્ય ખોલવાની ઘોષણાગુજરાતઃ સ્ટેચ્યુ ઑફ યુનિટી અને ગીર અભ્યારણ્ય ખોલવાની ઘોષણા

English summary
Haryana: Husband locked her wife in toilet for one and half year
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X