Haryana Opinion poll : હરિયાણામાં બીજેપીની ઘરવાપસી નક્કી? જાણો હાલની સ્થિતીએ કઈ પાર્ટીને કેટલી સીટો?
ઈલેક્શન કમિશને જમ્મુ કાશ્મીર સાથે સાથે હરિયાણામાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત કરી દીધી છે. હરિયાણામાં હાલ બીજેપીની સરકાર છે.
હરિયાણા વિધાનસભા ચૂંટણીની જાહેરાત સાથે જ સર્વે પણ સામે આવી રહ્યાં છે. ચૂંટણી પંચે હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે મતદાન માટે 1 ઓક્ટોબર અને મત ગણતરી માટે 4 ઓક્ટોબરની જાહેરાત કરી છે.

મેટ્રિક્યુલેશન સર્વે એજન્સીના લેટેસ્ટ સર્વે અનુસાર, બીજેપી, કોંગ્રેસ, જેજેપી, આમ આદમી પાર્ટી અને આઈએનએલડીપી સહિત અન્ય કોઈ પાર્ટીને પોતાના દમ પર બહુમતી મળતી દેખાઈ નથી રહી.
હરિયાણાની તમામ 90 સીટો પર એક જ તબક્કામાં ચૂંટણી યોજાઈ રહી છે. 17 ઓગસ્ટ 2024 ની સ્થિતીએ સર્વેમાં અંદાજ લગાવવામાં આવ્યો છે કે હરિયાણાની મોટાભાગની સીટો પર ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે સીધો મુકાબલો થઈ શકે છે. જો કે બંને પક્ષો 46ના બહુમતીના જાદુઈ આંકડાથી દૂર રહેશે.
મેટ્રિક સર્વેક્ષણ એજન્સીના ઓપિનિયન પોલ અનુસાર, ભાજપ ગઠબંધનને 37-42, કોંગ્રેસને 33-38, જેજેપીને 3-8 અને અન્યને 7-12 બેઠકો મળી શકે છે.
હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં મતની ટકાવારીની વાત કરીએ તો ભાજપને 35.2 ટકા, કોંગ્રેસને 31.6 ટકા, જેજેપીને 12.4 ટકા અને અન્યને 20.8 ટકા વોટ મળી શકે છે.
જણાવી દઈએ કે, કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલી અગ્નિવીર યોજનાની અસર હરિયાણા વિધાનસભા ચૂંટણી 2024 પર જોવા મળી શકે છે. અહીં અગ્નીવીરને લઈને મોટો વિરોધ છે. આ સિવાય ખેડૂતો બીજેપીને મત આપે તેવી સંભાવના ઓછી છે.












Click it and Unblock the Notifications
