Haryana Polls 2024: જેજેપી-એએસપી ગઠબંધને જાહેર કરી 13 ઉમેદવારોની યાદી, જાણો કોને-ક્યાંથી મળી ટિકિટ?
Haryana Polls 2024: JJP-ASP ગઠબંધને હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે તેના ઉમેદવારોની છઠ્ઠી યાદી જાહેર કરી છે. જેમાં 13 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે આજે નોમિનેશનનો છેલ્લો દિવસ છે. આ 13 ઉમેદવારોમાં JJPના 9 અને ASPના 4 ઉમેદવારોને સ્થાન મળ્યું છે.

જેજેપીએ આ લોકોને આપી ટિકિટ
કરનાલથી જિતેન્દ્ર રાયલ
પાણીપતથી રવીન્દ્ર મિન્ના
ખરખોડાથી રમેશ ખટક
નરવાનાથી સંતોષ દાનોડા
ઉકલાનાથી રોહતાશ કંદુલ
નારનૌંદથી યોગેશ ગૌતમ
લોહારુથી અલકા આર્ય
બડખાલથી એન્જિનિયર ઓમપ્રકાશ
નાંગલ ચૌધરીથી પરવિંદર સિંહ
ASPએ આ લોકોને આપી ટિકિટ
ભિવાનીથી જુગનુ મહેરા
બહાદુરગઢથી બલવાન સિંહ
મહેન્દ્રગઢથી શશિ કુમાર
બાદશાહપુરથી સુરેન્દ્ર યાદવ
તમને જણાવી દઈએ કે હરિયાણામાં 5 ઓક્ટોબરે ચૂંટણી યોજાશે અને 8 ઓક્ટોબરે પરિણામ જાહેર થશે. તમામ રાજકીય પક્ષોએ અહીં પોતાનો પ્રચાર તેજ કર્યો છે. રાજ્યમાં સીધો મુકાબલો ભારતીય જનતા પાર્ટી (BJP), કોંગ્રેસ, જનનાયક જનતા પાર્ટી (JJP) અને ઈન્ડિયન નેશનલ લોકદળ (INLD) વચ્ચે છે.
નોંધનીય છે કે ભારતીય જનતા પાર્ટી (BJP) 2019ની વિધાનસભા ચૂંટણીમાં સત્તામાં આવી હતી અને મનોહર લાલ ખટ્ટરે બીજી વખત મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા, પરંતુ આ વખતે પાર્ટી ઘણા પડકારોનો સામનો કરી રહી છે. ખેડૂતોના આંદોલન બાદ ગ્રામ્ય વિસ્તારોમાં ભાજપને વિરોધનો સામનો કરવો પડ્યો છે. ખેડૂતોના મુદ્દા ઉપરાંત રાજ્યમાં બેરોજગારી, શિક્ષણ અને આરોગ્ય પણ મુખ્ય મુદ્દા છે.
Jannayak Janta Party (JJP) and Aazad Samaj Party (Kanshi Ram) released a list of 13 candidates for the upcoming Haryana Assembly elections pic.twitter.com/RehOzuFMis
— ANI (@ANI) September 12, 2024












Click it and Unblock the Notifications
