હરિયાણાઃ ઝજ્જરમા ડિવાઈડર પર ચડીને ટ્રકે 3 મહિલા ખેડૂતોને કચડી, ડ્રાઈવર ફરાર
હરિયાણાના ઝજ્જર જિલ્લામાં એક ટ્રક દ્વારા ખેડૂત આંદોલનકારીઓને કચડી દેવામાં આવ્યા છે.
ઝજ્જરઃ હરિયાણાના ઝજ્જર જિલ્લામાં એક ટ્રક દ્વારા ખેડૂત આંદોલનકારીઓને કચડી દેવામાં આવ્યા છે. આ દૂર્ઘટનામાં 3 મહિલાઓના મોત થયા છે. વળી, અન્ય 3 મહિલાઓ ઘાયલ થઈ ગઈ છે. ઘાયલ મહિલાઓને ઈલાજ માટે હૉસ્પિટલ લઈ જવામાં આવી છે. જ્યાં તેમને ભરતી કરી લેવામાં આવી છે. સૂચના મળતા પહોંચેલી પોલિસ જણાવ્યુ કે દૂર્ઘટના બાદ તપાસ શરૂ કરી દેવામાં આવી છે. ઘટના સ્થળે ખેડૂતોની ભીડ જમા થઈ ગઈ છે. જણાવવામાં આવી રહ્યુ છે કે જે મહિલાઓને ટ્રકે કચડી તે ખેડૂત આંદોલનમાં શામેલ હતો અને બધી મહિલાઓ પંજાબના માનસા જિલ્લાની રહેવાસી હતી.

ઘટના ઝજ્જરમાં બહાદૂરગઢ બાઈપાસ ફ્લાઈઑવરની નીચે થઈ છે. જ્યાં રોડ પર એર પૂરપાટ ઝડપે આવી રહેલ ટ્રકે આંદોલનકારીઓને કચડી દીધા. ત્યાં ઘણી મહિલા ખેડૂતો ડિવાઈડર પર બેઠી હતી. એ દરમિયાન તે ટ્રકની ચપેટમાં આવી ગઈ. બે વૃદ્ધોએ જણાવ્યુ કે ઘટના બાદ ટ્રક ડ્રાઈવર ત્યાંથી ભાગી ગયો. ટ્રકને આંદોલનકારીઓએ ઘેરી લીધી. આંદોલનકારઈએ જોયુ કે ટ્રકમાં ડસ્ટ ભરેલી હતી. વળી, ટ્રકની ચપેટમાં આવેલી મહિલાઓ વિશે જણાવવામાં આવ્યુ કે તે ખેડૂત-રોટેશન હેઠળ પાછી ઘરે જઈ રહી હતી. તેમણે ઑટોમાં બેસીને રેલવે સ્ટેશન જવાનુ હતુ. એ દરમિયાન ટ્રક પૂરપાટ ઝડપે આવી અને ટક્કર મારી દીધી. જો કે અમુક અંતરે ટ્રક રોકાઈ અને ડ્રાઈવર નીકળીને ત્યાંથી ભાગી ગયો. પોલિસને સૂચના મળતી તે ઘટના સ્થળે પહોંચી.
પોલિસ તરફથી જણાવવામાં આવ્યુ છે કે જીવ ગુમાવનાર મહિલાઓના શબ પોસ્ટમૉર્ટમ માટે મૉર્ચરીમાં રાખવામાં આવ્યા છે. આ તરફ ઘાયલ મહિલાઓને પણ ઈલાજ માટે હૉસ્પિટલમાં ભરતી કરાવી દેવામાં આવી છે. પોલિસે એ પણ કહ્યુ કે આરોપી ટ્રક ડ્રાઈવર સામે કેસ નોંધી લેવામાં આવ્યો છે. જો કે હજુ તેની ધરપકડ થઈ નથી.
મૃતકોની ઓળખ
પોલિસે ગુરુવારે સવારે મૃતક મહિલાઓ વિશે વ્યક્તિગત માહિતી આપી. જણાવવામાં આવ્યુ છે કે ઉપરોક્ત ઘટનામાં છિંદર કૌર(60), અમરજીત કૌર(58) અને ગુરમેલ કૌર(60)ના મોત થઈ ગયા. વળી, ગંભીર રીતે ઘાયલ થયેલી મહિલાઓ મેહર સિંહ અને ગુરમેલ(60) છે. આમાંથી એકને બહાદૂરગઢથી રોહતક પીજીઆઈ રિફર કરવામાં આવી છે. પોલિસનુ કહેવુ છે કે આ મહિલાઓને પાછુ પંજાબ જવા માટે સ્ટેશન પહોંચવાનુ હતુ. આના માટે તે ફૂટપાથ પર બેસીને ઑટોની રાહ જોઈ રહી હતી. આ દરમિયાન ઝજ્જર તરફથી આવી રહેલ ડમ્પરે તેમને કચડી દીધા.












Click it and Unblock the Notifications
