For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વર્લ્ડ કપમાં મોહમ્મદ શમીની હેટ્રિક પર પત્ની હસીન જહાંએ આપ્યુ આ નિવેદન

શમીએ છેલ્લી ઓવરમાં હેટ્રિક લઈને ભારતને અફઘાનિસ્તાન સામે જીત અપાવી દીધી. શમીના આ પ્રદર્શન પર હવે તેમની પત્ની હસીન જહાંનુ નિવેદન સામે આવ્યુ છે.

|
Google Oneindia Gujarati News

ઈંગ્લેન્ડ અને વેલ્સમાં રમાઈ રહેલ વિશ્વકપના મુકાબલે ભારતીય ક્રિકેટ ટીમનું શાનદાર પ્રદર્શન ચાલુ છે. પહેલા પાકિસ્તાન અને પછી અફઘાનિસ્તાન પર જીત મેળવીને ભારતીય ટીમે બતાવી દીધુ છે કે ક્રિકેટના આ મહાકુંભમાં તેનો ઈરાદો શું છે. ભારતીય ટીમની આગામી મુકાબલો વેસ્ટઈંડીઝ સાથે થવાનો છે. જેના માટે ખેલાડીઓએ અત્યારથી પરસેવો વહાવવો શરૂ કરી દીધો છે. હાલમાં જ અફઘાનિસ્તાનની ટીમ સાથે રમાયેલ મેચમાં ભારતીય બોલર પણ પૂરા રંગમાં જોવા મળ્યા. આ મેચમાં સૌથી વધુ જલવો જો કોઈનો રહ્યો તો એ છે ઝડપી બોલર મોહમ્મદ શમી. શમીએ છેલ્લી ઓવરમાં હેટ્રિક લઈને ભારતને જીત અપાવી દીધી. શમીના આ પ્રદર્શન પર હવે તેમની પત્ની હસીન જહાંનુ નિવેદન સામે આવ્યુ છે.

આ પણ વાંચોઃ 'રુહીઅફઝા'ના સેટ પરથી જ્હાન્વી કપૂરના ફોટો વાયરલ, સિંપલ લુકમાં જોવા મળીઆ પણ વાંચોઃ 'રુહીઅફઝા'ના સેટ પરથી જ્હાન્વી કપૂરના ફોટો વાયરલ, સિંપલ લુકમાં જોવા મળી

હસીન જહાંએ શું કહ્યુ

હસીન જહાંએ શું કહ્યુ

અફઘાનિસ્તાન સાથે રમાયેલ મેચમાં ભારતીય ટીમ માત્ર 224 રનોનો જ સ્કોર કરી શકી. એક સમયે લાગી રહ્યુ હતુ કે અફઘાનિસ્તાનની ટીમ આ લક્ષ્યને મેળવી લેશે. પરંતુ તે વખતે મોહમ્મદ શમીએ પોતાનો જલવો બતાવ્યો અને છેલ્લી ઓવરમાં હેટ્રિક લઈને આખુ પાસુ પલટી દીધુ. શમીના આ પ્રદર્શન પર તેમની પત્ની હસીન જહાંએ મીડિયા સાથે વાત કરતા કહ્યુ, ‘ભારતીય ટીમે જો વર્લ્ડ કપ જીતવો હોય તો આ રીતનું શ્રેષ્ઠ પ્રદર્શન ચાલુ રાખવુ પડશે. પોતાના દેશ માટે રમવુ દરેક ક્રિકેટર માટે ગર્વની વાત છે અને જો તમે પોતાની ટીમને જીતાડો તો આનાથી મોટી કોઈ વાત ન હોઈ શકે. મારી દિલથી ઈચ્છા છે કે ભારતીય ટીમ વિશ્વ કપ લઈને આવે.'

શમીના ઘણી મહિલાઓ સાથે સંબંધઃ હસીન જહાં

શમીના ઘણી મહિલાઓ સાથે સંબંધઃ હસીન જહાં

તમને જણાવી દઈએ કે છેલ્લા ઘણા સમયથી ભારતીય ટીમના ઝડપી બોલર મોહમ્મદ શમી અને તેમની પત્ની હસીન જહાં વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. હજુ ગયા મહિને જ હસીન જહાંએ કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નક્વીની બહેન ફરહત નક્વી સાથે મુલાકાત કરી હતી. વાસ્તવમાં ફરહત નક્વી ‘મેરા હક ફાઉન્ડેશન' નામના સંસ્થા ચલાવે છે અને તલાક પીડિત તેમજ સમાજે સતાવેલી મહિલાઓના હકની લડાઈ લડે છે. હસીન જહાંએ ફરહત નક્વી પાસે મદદ માંગી. હસીન જહાંએ કહ્યુ કે શમી સાથે તેમના છૂટાછેડા નથી થયા અને તે તેમની સાથે રહેવા ઈચ્છે છે. હસીન જહાંએ કહ્યુ કે તેમની સંપત્તિમાં મારો અને મારી દીકરીનો અધિકાર છે એટલા માટે હું સાસરીમાં રહેવા ગઈ તો મારા પર ત્રાસ કરવામાં આવ્યો. પોલિસ પ્રશાસને શમીના દબાણમાં મારી સાથે દૂર્વ્યવહાર કર્યો.

કોંગ્રેસમાં પણ શામેલ થઈ ચૂકી છે હસીન જહાં

કોંગ્રેસમાં પણ શામેલ થઈ ચૂકી છે હસીન જહાં

ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણી પહેલા ગયા વર્ષે જ હસીન જહાં કોંગ્રેસમાં શામેલ થઈ હતી. હસીન જહાંએ મુંબઈ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ સંજય નિરુપમની હાજરીમાં કોંગ્રેસનો હાથ પકડ્યો હતો. હસીન જહાં અને મોહમ્મદ શમીનો કેસ હાલમાં કોર્ટમાં છે. હસીન જહાંએ માર્ચ 2018માં મોહમ્મદ શમી પર એક્સ્ટ્રા મેરિટલ અફેર્સના આરોપ લગાવ્યા હતા. હસીન જહાંએ પોતાના ફેસબુક પેજ પર વૉટ્સએપ અને મેસેન્જરના અમુક સ્ક્રીનશૉટ શેર કરીને દાવો કર્યો કે શમીના ઘણી મહિલાઓ સાથે સંબંધ છે આ સાથે જ હસીન જહાંએ એ પણ દાવો કર્યો હતો કે મોહમ્મદ શમી મેચ ફિક્સિંગમાં પણ શામેલ છે ત્યારબાદ બીસીસીઆઈએ આરોપની તપાસ માટે એક કમિટી બનાવી હતી. બાદમાં હસીન જહાંના ફિક્સિંગ સાથે જોડાયેલા આરોપો ખોટા નીકળ્યા અને ક્લીન ચિટ મળ્યા બાદ શમીને ભારતીય ટીમનો નવો કોન્ટ્રાક્ટ સોંપવામાં આવ્યો હતો.

લગ્ન પહેલા મૉડલ હતી હસીન જહાં

લગ્ન પહેલા મૉડલ હતી હસીન જહાં

ક્યારેક મૉડલિંગની દુનિયામાં કેરિયર બનાવવાના સપના જોનારી હસીન જહાંએ જૂન 2014માં મોહમ્મદ શમી સાથે લગ્ન કર્યા હતા. મોહમ્મદ શમી અને હસીન જહાંની પહેલી મુલાકાત વર્ષ 2012માં થઈ હતી. તે સમયે હસીન જહાં મૉડલિંગમાં પોતાનુ કેરિયર બનાવી રહી હતી જ્યારે મોહમ્મદ શમી ટીમ ઈન્ડિયામાં શામેલ થવા માટે પ્રયા કરી રહ્યા હતા. લગભગ બે વર્ષના અફેર બાદ બંનેએ પોતાના ઘરવાળાની મંજૂરીથી લવ મેરેજ કર્યા હતા પરંતુ આ લગ્ન માટે હસીન જહાંએ પોતાનુ મૉડલિંગનું કેરિયર છોડવુ પડ્યુ.

English summary
Hasin Jahan Statement On Mohammed Shami Hat Trick Against Afghanistan.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X