ભડકાઉ ભાષણ મામલે ઓવૈસી સામે FIR દાખલ

મેટ્રોપોલિયન મજિસ્ટ્રેટે તમામ પુરાવાને જોયા બાદ ઉસ્માનિયા યુનિવર્સિટી પોલીસ સ્ટેશનને ઓવૈસી સામે એફઆઇઆર નોંધવાનો આદેશ આપ્યો હતો. ઓવૈસીએ 24 ડિસેમ્બર 2012 અદિલાબાદમાં ભડકાઉ ભાષણ આપ્યું હતું. આ મામલે અત્યાર સુધી કોઇ ફરિયાદ નોંધાઇ ન્હોતી.
ફરિયાદકર્તાએ ભાષણના વીડિયો ફૂટેજને અદાલતમાં પુરાવા તરીકે રજૂ કરીને પોલીસ ઓવૈસી સામે એફઆઇઆર નોંધવાની અપીલ કરી હતી. આ મામલે અત્યાર સુધી ઓવૈસી સામે કોઇ કાર્યવાહી થઇ ન્હોતી.
બીજી બાજુ આંધ્રપ્રદેશના સીએમે જણાવ્યું કે ભડકાઉ ભાષણ મોટો મુદ્દો નથી. આ અંગે મને નહી પણ પોલીસને પૂછો. આવા મામલે સરકાર દખલગીરી નથી કરતી. અમે સેક્યુલર પાર્ટી છીએ, અને લઘુમતી અને અન્યોની સાથે એક સમાન વ્યવહાર કરે છે.
અકબરૂદ્દીન ઓવૈસી ઇત્તેહાદૂલ એ મઝલિસ મુસ્લીમીનના અધ્યક્ષ અસદૂદ્દીન ઓવૈસીના ભાઇ છે. આ પહેલા પણ અકબરૂદ્દીન વિવાજોમાં રહી ચૂક્યા છે. તેમણે પોતાના સમર્થકોની સાથે બાગ્લાદેશી તસ્લીમ નસરીન સાથે મારામારી કરી હતી.












Click it and Unblock the Notifications
