For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હાથરસ કેસમાં નવો ખુલાસો, સતત ટચમાં હતા પીડિતા અને આરોપી, 104 વાર થઈ હતી વાત

યુપી પોલિસની તપાસમાં જાણવા મળ્યુ છે કે 19 વર્ષીય પીડિતા કેસના મુખ્ય આરોપી સાથે સતત સંપર્કમાં હતી.

|
Google Oneindia Gujarati News

હાથરસઃ ઉત્તર પ્રદેશના હાથરસસમાં ગઈ 14 સપ્ટેમ્બરે થયેલ 19 વર્ષીય દલિત યુવતીના ગેંગરેપ અને હત્યાએ આખા દેશને હચમચાવી દીધો છે. કેસની તપાસ એસઆઈટી કરી રહી છે પરંતુ પરિવાર તરફથી સીબીઆઈ તપાસની માંગ કરવામાં આવી રહી છે. યુપી પોલિસની તપાસમાં જાણવા મળ્યુ છે કે 19 વર્ષીય પીડિતા કેસના મુખ્ય આરોપી સાથે સતત સંપર્કમાં હતી. સપ્ટેમ્બરમાં દલિત મહિલા પર કથિત ગેંગરેપ અને જાનલેવા હુમલાના આ કેસમાં એ ગામનો સંદીપ સિંહ મુખ્ય આરોપી છે.

આરોપી અને પીડિત પરિવાર વચ્ચે 104 કૉલ

આરોપી અને પીડિત પરિવાર વચ્ચે 104 કૉલ

પોલિસના જણાવ્યા મુજબ તપાસમાં જાણવા મળ્યુ છે કે સંદીપને પીડિતાના ભાઈના નામથી એક નંબરથી નિયમિત કૉલ આવ્યા. પીડિતાના ભાઈના નંબર અને સંદીપના નંબર વચ્ચે 13 ઓક્ટોબર, 2019થી ટેલીફોનિક વાતચીત શરૂ થઈ. મોટાભાગના કૉલ ચંદપા ક્ષેત્રમાં સ્થિત અને સેલ ટૉવરોથી કરવામાં આવ્યા હતા જે પીડિતાના ગામ બુલગઢીથી 2 કિમી દૂર હતા. પોલિસના જણાવ્યા મુજબ પીડિત પરિવાર અને સંદીપ વચ્ચે ફોન પર વાતચીતનો સિલસિલો ગયા વર્ષે ઓક્ટોબરમાં શરૂ થયો. પીડિત પરિવાર અને આરોપી વચ્ચે 104 વાર ફોન પર વાતચીત થઈ.

62 કૉલ પીડિત પરિવાર તરફથી જ્યારે 42 કૉલ આરોપી સંદીપ તરફથી

62 કૉલ પીડિત પરિવાર તરફથી જ્યારે 42 કૉલ આરોપી સંદીપ તરફથી

પોલિસને જાણવા મળ્યુ કે આમાંથી 62 કૉલ પીડિત પરિવાર તરફથી કરવામાં આવ્યા છે જ્યારે 42 કૉલ આરોપી સંદીપ તરફથી કરવામાં આવ્યા હતા. યુપી પોલિસે પોતાની તપાસમાં જોયુ કે પીડિત પરિવાર અને આરોપી સંદીપ વચ્ચે નિયમિત સમયાંતરે વાત થઈ. આરોપી સંદીપને કૉલ પીડિતાના ભાઈ તરફથી કરવામાં આવી હતી. આ દરમિયાન સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમની તપાસ પણ અંતિમ દોરમાં છે. એસઆઈટી પોતાનો રિપોર્ટ બુધવારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને સોંપી શકે છે. ગૃહ સચિવ ભગવાન સ્વરૂપની આગેવાનીમાં ડીઆઈજી ચંદ્રપ્રકાશ અને એસપી પૂનમે કેસની તપાસ કરી છે.

જાણો હાથરસની ઘટના વિશે

જાણો હાથરસની ઘટના વિશે

હાથરસની ઘટના 14 સપ્ટેમ્બરે થઈ હતી. પીડિતા ખેતરમાં કામ કરી હતી ત્યારે આરોપી કથિત રીતે તેેને ખેંચીને બાજુના ખેતરમાં લઈ ગયો અને તેના પર હુમલો કરી દીધો. પરિવારનો આરોપ છે કે પીડિતા સાથે ગેંગરેપ કર્યા બાદ બેરહેમીથી તેને મારી દેવામાં આવી હતી. ઘટના બાદ ગંભીર ઈજા સાથે તેને અલીગઢની હોસ્પિટલમાં ભરતી કરવામાં આવી. પીડિતાના ગરદન અને મણકાનુ હાડકુ તૂટી ગયુ હતુ. ત્યારબાદ તેને દિલ્લી શિફ્ટ કરવામાં આવી જ્યાં તેણે 29 સપ્ટેમ્બરે દમ તોડી દીધો. યુપી પોલિસ રાતે મૃતકને શબને વિવાદાસ્પત રીતે અંતિમ સંસ્કાર કરી દીધા. પરિવારનુ કહેવુ છે કે અંતિમ સંસ્કાર પહેલા પોલિસે તેમની સંમતિ લીધી નહોતી.

મફતમાં બનાવો બાળકોનું આધાર કાર્ડ, જાણો કેવી રીતેમફતમાં બનાવો બાળકોનું આધાર કાર્ડ, જાણો કેવી રીતે

English summary
Hathras victim and accused were in constant touch, 104 calls between them.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X