બાળક પેદા કરો અને 5 લાખ રૂપિયા લઈ જાઓ, કંપનીએ આપી કર્મચારીઓને વિચિત્ર ઓફર
કર્મચારીઓ માટે અવનવી ઓફર આપતી ઘણી કંપની વિશે તમે સાંભળ્યુ હશે. જો કે આજે અમે જે કંપની વિશે જણાવવા જઈ રહ્યા છીએ તેને કર્મચારીઓને આપેલી ઓફરની દુુનિયાભરમાં ચર્ચા થઈ રહી છે.
અહેવાલો અનુસાક. ચીનની એક ટ્રાવેલ કંપનીએ પોતાના કર્મચારીઓ માટે આ વિચિત્ર ઓફર આપી છે. કંપનીના જણાવ્યા અનુસાર, કંપનીના જે કર્મચારીઓ 1 જુલાઈ બાદ બાળકો પેદા કરશે તેને 50 હજાર યુઆન એટલે કે લગભગ 5.66 લાખ રૂપિયા આપશે.

અહેવાલો અનુસાર, Trip.comના એક્ઝિક્યુટિવ ચેરમેન જેમ્સ લિયાંગે જણાવ્યુ કે, મેં હંમેશા સૂચન કર્યું છે કે સરકાર વધુ બાળકો ધરાવતા પરિવારોને મદદ કરે. તેમને દરેક સુવિધાઓ આપે. જેથી યુવાનોમાં વધુને વધુ બાળકો પેદા કરવાની ઈચ્છા રહે. ખાનગી કંપનીઓ તેમના સ્તરેથી આમાં ચોક્કસપણે ભાગ લેશે.
આ કંપની વિશ્વની સૌથી મોટી ઓનલાઈન ટ્રાવેલ એજન્સીઓમાંની એક છે. જેમ્સ લિયાંગે આગળ જણાવ્યું કે, અમે નિર્ણય કર્યો છે કે અમે વિશ્વભરમાં અમારા કર્મચારીઓને જન્મેલા દરેક બાળક માટે 5 વર્ષ સુધી દર વર્ષે 10,000 યુઆન આપીશું. આ પેરેન્ટ સબસિડી હેઠળ અપાશે. કંપની આના પર 1 બિલિયન યુઆન ખર્ચ કરવા જઈ રહી છે.
અહીં તમને જણાવી દઈએ કે, ચીને 1980 થી 2015 સુધી અપનાવેલી વન ચાઈલ્ડ પોલિસીને કારણે દેશમાં યુવાનોની સંખ્યા ઝડપથી ઘટી રહી છે. આના કારણે ચીન અમીર થતા પહેલા જ વૃદ્ધ થવા જઈ રહ્યું છે. વર્કફોર્સ સતત ઘટવાને કારણે સરકાર ચિંતામાં છે.
ચીનમાં વૃદ્ધોની સંખ્યા વધતા તેમના પર વધુ ખર્ચ કરવામાં આવી રહ્યો છે. ચીનનો જન્મ દર ગયા વર્ષે ઘટીને 6.77 પ્રતિ એક હજાર હતો. જે 2021માં 7.52 હતો. આ એક રેકોર્ડ છે.
2021માં અધિકારીઓએ જણાવ્યું કે, કપલ વધુમાં વધુ ત્રણ બાળકો ધરાવી શકે છે. આમ છતાં યુવાનો બાળકો પેદા કરવાનું નથી વિચારી રહ્યા. આ જ કારણ છે કે સરકારે ઘણી યોજનાઓ જાહેર કરી છે.












Click it and Unblock the Notifications
