અહીં કોંગ્રેસની 'બી ટીમ' સાથે નહી પરંતુ કોંગ્રેસ સાથે સીધી લડવા આવી છું: સ્મૃતિ ઇરાની

By Kumar Dushyant
Google Oneindia Gujarati News

અમેઠી, 16 એપ્રિલ: ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ની સ્ટાર પ્રચારક અને રાજ્યસભા સાંસદ સ્મૃતિ ઇરાનીએ બુધવારે કહ્યું હતું કે ત્યાં અહીં કોંગ્રેસની 'બી ટીમ' સાથે નહી પરંતુ કોંગ્રેસ સાથે સીધો મુકાબલો કરવા આવી છું. સ્મૃતિ ઇરાનીએ અમેઠી સીટ પરથી ઉમેદવારી પત્ર દાખલ કર્યું. સ્મૃતિ ઇરાનીએ ઉમેદવારી પત્ર દાખલ કરતાં પહેલાં રોડ શો કર્યો. તેમણે રોડ શો પહેલાં મીડિયાકર્મીઓને કહ્યું કે તે અહીં કોંગ્રેસ વિરૂદ્ધ લડવા આવી છે.

કોંગ્રેસની સાથે-સાથે સ્મૃતિ ઇરાનીએ આમ આદમી પાર્ટીએ (આપ) પર નિશાન તાક્યું હતું 'હું કોંગ્રેસની 'બી ટીમ' સાથે લડવા માટે આવી નથી. 'તેમણે કહ્યું હતું કે અહીં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે મુખ્ય લડાઇ છે. પરંતુ આપના ઉમેદવાર કુમાર વિશ્વાસે દાવો કર્યો છે કે તે ઓછામાં ઓછા બે લાખ મતોથી જીતશે. અમેઠી પરથી હાલના સાંસદ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી અને કુમાર વિશ્વાસે ઉમેદવારી પત્ર દાખલ કરી દિધું છે. આ બંનેએ પણ ઉમેદવારી પત્ર ભરતાં પહેલાં રોડ શો કર્યો હતો.

have-come-to-amethi-to-fight-smriti-irani

આમ આદમી પાર્ટી (આપ)ના નેતા કુમાર વિશ્વાસે 16 કિલોમીટરની પદયાત્રા કર્યા બાદ મંગળવારે અમેઠી લોકસભા સીટ પરથી ઉમેદવારી પત્ર દાખલ કરી દિધું. ઉમેદવારી પત્ર દાખલ કરતાં પહેલાં કુમાર વિશ્વાસે જિલ્લા મુખ્યાલય ગૌરીગંજ પરથી પોતાના સમર્થકો સાથે એક સરઘસ કાઢ્યું હતું. કુમાર વિશ્વાસે કહ્યું હતું કે ગત કેટલાક અઠવાડિયાથી અમેઠીમાં ચૂંટણી પ્રચાર કરતાં અમેઠીની જનતાનું દિલ જીતી લીધું છે.

English summary
Television actress-turned-politician Smriti Irani on Wednesday renewed attack on Congress party and Arvind Kejriwal-led AAP, saying that she has come to Amethi to fight against the ruling party and not its B-team.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X