For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સીએમ કુમારસ્વામીઃ “અમે મોદી-શાહના અશ્વમેઘ ઘોડાને બાંધી દીધો”

વિપક્ષી નેતાઓની આટલી મોટી સંખ્યામાં હાજરી બાદ કુમારસ્વામીએ કહ્યુ કે ભાજપે 12 વર્ષ સુધી મારો ઉપયોગ કર્યો.

|
Google Oneindia Gujarati News

કર્ણાટકમાં ત્રીજા નંબરે રહ્યા બાદ પણ જે રીતે જેડીએસ કોંગ્રેસ સાથે મળીને સરકાર બનાવવામાં સફળ રહી અને એચડી કુમારસ્વામી પ્રદેશના મુખ્યમંત્રી બન્યા તે બાદ તે ઘણા ઉત્સાહિત છે. કુમારસ્વામીના શપથગ્રહણ સમારંભમાં મોટી સંખ્યામાં વિપક્ષી દળોના નેતા એકસાથે પહેલી વાર મંચ પર દેખાયા. વિપક્ષી નેતાઓની આટલી મોટી સંખ્યામાં હાજરી બાદ કુમારસ્વામીએ કહ્યુ કે ભાજપે 12 વર્ષ સુધી મારો ઉપયોગ કર્યો.

અમે મોદી-શાહના અશ્વમેઘ ઘોડાને બાંધી દીધો

અમે મોદી-શાહના અશ્વમેઘ ઘોડાને બાંધી દીધો

કુમારસ્વામીએ શપથગ્રહણ બાદ કહ્યુ કે મે ઉત્તરપ્રદેશની ચૂંટણી બાદ કહ્યુ હતુ કે મારુ લક્ષ્ય છે નરેન્દ્ર મોદી અને અમિત શાહના અશ્વમેઘ ઘોડાને બાંધવો. કોંગ્રેસ અને જેડીએસ એ તેને પકડી લીધો છે અને બાંધી દીધો છે. હવે આ બેજાન અશ્વમેઘ જલ્દી મોદી પાસે જઈ શકે છે. તમને જણાવી દઈએ કે પ્રાચીન પરંપરા અનુસાર રાજા અશ્વમેઘ ઘોડાને છોડતા જેને કોઈ રોકી શકતુ નહિ અને જે પણ રોકે તેને રાજા સાથે યુદ્ધ કરવુ પડતુ.

2019 મોટી ચુનોતી હશે

2019 મોટી ચુનોતી હશે

શપથ ગ્રહણમાં જે રીતે મોટી સંખ્યામાં વિપક્ષી દળોના નેતા પહોંચ્યા તેના પર કુમારસ્વામીએ કહ્યુ કે આ ઐતિહાસિક છે કે એકસાથે આટલા નેતા મુખ્યમંત્રીના શપથગ્રહણમાં પહોંચ્યા છે. આ નેતા મને સમર્થન આપવા નથી આવ્યા પરંતુ આ લોકો એ સંદેશ આપવા આવ્યા છે કે 2019માં ચુનોતી મોટી હશે. તેમનું માનવુ છે કે દેશને બચાવવા માટે 2019માં કોંગ્રેસ સાથે એકજૂટ થવાની જરૂર છે. જે રીતે આટલા મોટા સ્તર પર વિપક્ષ નેતા એકજૂટ થયા છે તે બાદ માનવામાં આવી રહ્યુ છે કે સ્થાનિક નેતા મમતા બેનર્જી, ચંદ્રાબાબુ નાયડુ, તેજસ્વી યાદવ, અખિલેશ યાદવ અને માયાવતી કોંગ્રેસ સાથે એકજૂટ થઈ શકે છે.

મમતા બેનર્જી સાથે થઈ વાત

મમતા બેનર્જી સાથે થઈ વાત

કુમારસ્વામીએ કહ્યુ કે મંગળવારે તેમની મમતા બેનર્જી સાથે વાત થઈ હતી કે જે સ્થાનિક રીતે એકજૂટ થવાની વાત કરતા રહ્યા છે. તેમણે જેડીએસના મુખિયા એચડી દેવગૌડાને ભાજપ સામે કોંગ્રેસ સાથે ગઠબંધન કરવા પર અભિનંદન આપ્યા. ભવિષ્યની રાજનીતિમાં અમે કેવી રીતે પોતાનુ યોગદાન આપી શકીએ છીએ તે અંગે તેમણે સૂચનો કર્યા. તમને જણાવી દઈએ કે યેદુરપ્પાના રાજીનામા બાદ જેડીએસ-કોંગ્રેસની સરકારે બુધવારે શપથ ગ્રહણ કર્યા હતા.

English summary
hd kumaraswamy says we have tied the ashwamedha horse of modi shah
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X