For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મુંબઇ હુમલો: હેડલી અને રાણાને જાન્યુઆરી 2013માં સજા ફટકારાશે

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 29 નવેમ્બર: મુંબઇ હુમલાને અંજામ આપનાર અમેરિકામાં જન્મેલા લશ્કરે-એ-તોઇબાના આતંકવાદી ડેવિડ કોલમેન હેડલીને આવતા વર્ષે 17 જાન્યુઆરીના સજા સંભળાવવામાં આવશે, જ્યારે તેના સાથે તહવ્વુર હુસૈન રાણાની સજાની જાહેરાત ચાર ડિસેમ્બરની જગ્યાએ 15 જાન્યુઆરીના થશે. આ અંગેની જાણકારી શિકાગો કોર્ટના પ્રવક્તા રૈંડલ સૈમ્બોર્ને મીડિયાને આપી હતી. તેમને જણાવ્યું હતું કે અમેરિકન જીલ્લા ન્યાયાધીશ હૈરી લીનેનવેબર આ આતંકવાદીને સજા સંભળાવશે.

18 માર્ચ 2010ના રોજ ડેવિડ કોલમેન હેડલીએ પોતાના ગુનાની કબૂલાત કરી લીધી છે. તેને જણાવ્યું છે કે વર્ષ 2005માં લશ્કરે-એ-તોઇબાના ત્રણ સભ્યોના નિર્દેશ અનુસાર તેમને ભારત જઇને પોતાની યોજનાઓ માટે જાણકારી એકઠી કરવાની શરૂઆત કરી દિધી હતી તેને પોતાનું નામ દાઉદ ગિલાનીને બદલી ડેવિડ કોલમેન હેડલી રાખી દિધું હતું જેથી કોઇ તેને પાકિસ્તાની ન સમજે.

tahawwur-hussain-rana

અત્રે ઉલ્લેખનીય છે 26 નવેમ્બર 2008ના રોજ લશ્કરના 10 આતંકવાદીઓએ મુંબઇના કેટલાક સ્થાનોને પોતાનો નિશાનો બનાવ્યો હતા, જેમાં 164 લોકોએ જીવ ગુમાવ્યા હતા અને હજારો ઘાયલ થયા હતા. હોટલ તાજ, હોટલ ઓબરોય, લિયોપોલ્ડ કેફે, ચાબાદ હાઉસ અને છત્રપતિ શિવાજી ટર્મિનસનો સમાવેશ થાય છે.

તો બીજી તરફ અમેરિકામાં પકડાયેલ પાકિસ્તાની મૂળના આતંકવાદી તહવ્વુર હુસૈન રાણા પાક સેનામાંથી ભાગેલો વ્યક્તિ છે. રાણા પણ મુંબઇ હુમલામાં સામેલ હતો. આટલું જ નહી રાણા અને તેના સાથી ડેવિડ કોલમેન હેડલીને ડેનમાર્કના તે સમાચાર પત્રની ઓફિસને ટાર્ગેટ બનાવવાના અરોપમાં પકડવામાં આવ્યાં હતા જેને પયંગબરના વિવાદાસ્પદ કાર્ટૂન છાપ્યા હતા.

English summary
The sentencing of American-born Lashkar-e-Taiba terrorist David Headley, accused of involvement in 26/11 Mumbai attacks, has been fixed for January 17 next year while that of his accomplice Tahawwur Rana has been rescheduled for January 15 from December four.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X