કોરોના કાળમાં પરીક્ષાઃ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલે સંશોધિત ગાઈડલાઈન જાહેર કરી
કોરોના કાળમાં પરીક્ષાઃ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલે સંશોધિત ગાઈડલાઈન જાહેર કરી
નવી દિલ્હીઃ કોરોના વાયરસ વચ્ચે પરીક્ષા કરાવવાને લઈ કેન્દ્ર સરકારે ગુરુવારે સંશોધિત એસઓપી જાહેર કરી છે. ગત અઠવાડિયે પરીક્ષા માટે ગાઈડલાઈન જાહેર કરવામા આવી હતી, જેમાં હવે કેટલાક સંશોધનો કરવામાં આવ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પતાની ગાઈડલાઈન્સમાં પરીક્ષા કેન્દ્ર પર પહોંચવાથી લઈ પરીક્ષા કરાવવા સુધીની રીત જણાવી છે.

સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર કરાયેલી ગાઈડલાઈન્સ મુજબ પરીક્ષા કેન્દ્રમાં બે લોકોની સીટ વચ્ચે છ ફીટની જગ્યા હોવી ફરજીયાત છે. તમામને ફેસમાસ્ક લગાવવું પણ ફરજીયાત છે. કોઈપણ પરીક્ષા કેન્દ્ર અંદર આવ્યા બાદ થૂંકશે નહિ. જો રૂમમાં એસી હોય તો બધા જ રૂમનું તાપમાન 24થી 30 ડિગ્રી રહેશે. તમામ પરીક્ષાર્થીઓ અને શિક્ષકોના મોબાઈલમાં આરોગ્ય સેતુ એપ હોવી ફરજીયાત છે. દરેક રૂમના સીટિંગ પ્લાન બાદ પરીક્ષા નિયંત્રક સોશિયલ ડિસ્ટેન્સિંગના નિયમોની તપાસ કરશે. ઓનલાઈન પરીક્ષા બાદ કોમ્પ્યૂટર, માઈસ, કી બોર્ડ, ડેસ્કને સેનેટાઈઝ કરવાાં જરૂરી રહેશે.












Click it and Unblock the Notifications
