For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એમ જે અકબર માનહાનિ કેસઃ 31 ઓક્ટોબરે સાક્ષીઓના નિવેદનનું પરીક્ષણ

#MeToo કેમ્પેઈન હેઠળ પત્રકાર પ્રિયા રમાની સામે એમ જે અકબરના ગુનાહિત માનહાનિ કેસ પર દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં સુનાવણી થઈ.

|
Google Oneindia Gujarati News

#MeToo કેમ્પેઈન હેઠળ પત્રકાર પ્રિયા રમાની સામે એમ જે અકબરના ગુનાહિત માનહાનિ કેસ પર દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં સુનાવણી થઈ. કોર્ટે કહ્યુ કે તે 31 ઓક્ટોબરે એમ જે અકબર સહિત કેસ સાઝે જોડાયેલા બધા સાક્ષીઓના નિવેદનની તપાસ કરશે. ત્યારબાદ આગામી સુનાવણી થશે. સુનાવણી દરમિયાન એમ જે અકબરની વકીલ ગીતા લુથરાએ કહ્યુ કે તેમના ક્લાયન્ટની કોઈ ભૂલ નથી.

આ પણ વાંચોઃ 21 ઓક્ટોબરે લાલ કિલ્લા પર ઝંડો ફરકાવશે પીએમ મોદી, જાણો કારણઆ પણ વાંચોઃ 21 ઓક્ટોબરે લાલ કિલ્લા પર ઝંડો ફરકાવશે પીએમ મોદી, જાણો કારણ

ટ્વિટ સંપૂર્ણપણે અપમાનજનક

ટ્વિટ સંપૂર્ણપણે અપમાનજનક

સુનાવણી પહેલા વકીલ ગીતા લુથરાએ કહ્યુ કે જ્યાં સુધી રમાની આ ઘટનાને સાબિત નહિ કરે ત્યાં સુધી તેમનુ ટ્વિટ અપમાનજનક છે અને તે માનહાનિના કેસમાં આવે છે. ગીતા લુથરાએ કહ્યુ કે તેમનું ટ્વિટ સંપૂર્ણપણે અપમાનજનક છે જેને 1200 થી વધુ લોકોએ લાઈક કર્યુ છે.

પ્રિયા રમાનીના કારણે એમ જે અકબરની છબીને નુકશાન

વકીલ ગીતા લુથરાએ કહ્યુ કે પ્રિયા રમાનીના કારણે એમ જે અકબરની છબીને નુકશાન પહોંચ્યુ છે. જે તેમણે 40 વર્ષોમાં બનાવી છે. એટલા માટે જ્યાં સુધી આરોપ સાબિત ન થાય ત્યાં સુધી આ કેસ માનહાનિનો રહેશે. જો કે હવે કોર્ટે 31 ઓક્ટોબરે બધા સાક્ષીઓનું નિવેદન નોંધવાના આદેશ આપ્યા છે. ત્યારબાદ જ કાર્યવાહી આગળ વધશે.

20 મહિલાઓએ યૌન શોષણનો આરોપ લગાવ્યો

તમને જણાવી દઈએ કે પૂર્વ કેન્દ્રીય રાજ્યમંત્રી એમ જે અકબર સામે મી ટુ કેમ્પેઈન દરમિયાન અત્યાર સુધીમાં 20 મહિલાઓએ યૌન શોષણનો આરોપ લગાવ્યો છે. આમાં પત્રકાર પ્રિયા રમાની તે પહેલી મહિલા છે જેમણે એમ જે અકબર સામે ટ્વિટ કરીને યૌન શોષણનો આરોપ લગાવ્યો છે. વળી, એમ જે અકબરે આ આરોપોને ખોટા ગણાવીને પ્રિયા સામે ગુનાહિત માનહાનિનો કેસ દાખલ કર્યો છે. આરોપના ઘણા દિવસો બાદ 17 ઓક્ટોબરે એમ જે અકબરે પોતાના પદ પરથી રાજીનામુ આપી દીધુ.

આ પણ વાંચોઃ ‘કોઈ ભગવાન નથી અને કોઈએ દુનિયા નથી બનાવી': સ્ટીફન હોકિંગઆ પણ વાંચોઃ ‘કોઈ ભગવાન નથી અને કોઈએ દુનિયા નથી બનાવી': સ્ટીફન હોકિંગ

English summary
Hearing criminal defamation case filed by MJ Akbar against journalist Priya Ramani at Delhi Patiala House Court
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X