Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

મુસ્લિમ આરક્ષણ હટાવવા મામલે સુનાવણી 9 મે સુધી મોકૂફ, કર્ણાટક સરકારે આપી ગેંરેન્ટી

કર્ણાટકમાં મુસ્લિમોને ચાર ટકા આરક્ષણને હટાવવા માટે સરકારના નિર્ણય સામે દાખલ અરજી પર સુપ્રિમ કોર્ટે 9 મે સુધી મોકૂફ રાખવામાં આવી છે. આ સાથે કર્ણાટક સરકારે પણ સુપ્રિમ કોર્ટને આશ્વાસન આપ્યું છે કે, 9 મે સુધી સરકારના નવા આદેશ અનુસાર કોઇ નવી નિયુક્તિ કે એડમિશન આપવામાં આવશે નહીં.

ઉલ્લેખનીય છે કે, કર્ણાટક સરકારે તાજેતરમાં કર્ણાટકમાં મુસ્લિમોને આપવામાં આવેલ ચાર ટકા આરક્ષણને ખતમ કરવાની અને તેને લિંગાયતો અને વોક્કાલિગાઓમાં બે-બે ટકા વહેંચવાની જાહેરાત કરી હતી.

Muslim reservation

સુનાવણી પહેલા જ મુલતવી રાખવામાં આવી છે - સરકારના આ નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં અરજીઓ દાખલ કરવામાં આવી હતી. જેના પર 13 એપ્રિલના રોજ સુનાવણી થવાની હતી, પરંતુ રાજ્ય સરકારે જવાબ દાખલ કરવા માટે કોર્ટ પાસે સમય માંગ્યો હતો. જે બાદ જસ્ટિસ કેએમ જોસેફ અને જસ્ટિસ બીવી નાગરત્નની બેચે સુનાવણી 25 એપ્રિલ સુધી ટાળી દીધી હતી.

આ દરમિયાન, સરકારે ખાતરી આપી હતી કે, આરક્ષણની નવી સિસ્ટમ હેઠળ કોઈ નવી નિમણૂક અથવા પ્રવેશ થશે નહીં. હવે ફરી એકવાર આ મામલે સુનાવણી 9 મે સુધી ટાળી દેવામાં આવી છે.

સુપ્રીમ કોર્ટ દ્વારા 13 એપ્રિલના રોજ સુનાવણી દરમિયાન જણાવ્યું હતું કે, કર્ણાટક સરકારનો મુસ્લિમો માટેના ચાર ટકા આરક્ષણને રદ્દ કરવાનો નિર્ણય પ્રાથમિક દ્રષ્ટિએ ખામીયુક્ત જણાય છે. અત્રે નોંધનીય છે કે, કર્ણાટકમાં 10 મેના રોજ વિધાનસભા ચૂંટણી માટે મતદાન થવાનું છે અને સરકારે ચૂંટણીની તારીખોની જાહેરાતના થોડા દિવસો પહેલા જ મુસ્લિમો માટે અનામત ખતમ કરવાનો નિર્ણય લીધો હતો.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X