Atiq Ahmed: અતીક અહમદ પર પ્રયાગરાજ કોર્ટમાં આજે થશે નિર્ણય, ફક્ત ઉમેશ પાલ અપહરણ મામલાની થશે સુનવણી
Atiq Ahmeda Umesh Pal Abdulction Case: માફિયાની પહેલા નેતા બનેલા અતીક અહમદને આજે મંગળવારે પ્રયાગરાજની સ્પેશિયલ કોર્ટ રજુ કરવામાં આવશે. અતીક અહમદ પર ાજે પ્રયાગરાજના એમપી-એમએલએ કોર્ટ ઉમેશ પાલ અપહરણ મામલે સુનવણી કરશે. આ મામલે માફિયા અતક અહમદ અને તેના ભાઇ અશરફ મુખ્ય આરોપી છએ. પ્રયાગરાજ જિલ્લા બાર એસોશિએશન તરફથી જાણકારી આપવામાં આવી છે કે, પ્રયાગરાજના એમપી એમએલએ કોર્ટમાં આજે ઉમેશ પાલ અપહરણ મામલાને છોડીને અન્ય કોઇ સુનવણી નહી કરે.

એમપી એમએલએ કોર્ટના પીઠાસીન અધિકારી દ્વારા જિલ્લા અધિવક્તા સંઘના મંત્રીને પત્ર લખીને આ વાતની જાણકારી આપવામાં આવી છે. આ મામલા પર 26 માર્ચે જ નિર્ણય સંભળાવાનો નિર્ણય કરવામાં આવશે.
ઉમેશ પાલ અપહરણ કેશની સુનવણીમાં અતીક અહમદને કોર્ટમાં રજુ કરવાનો આદેશ પોલીસને આપવામાં આવ્યો છે. ત્યાર ાદ અતીક અહમેદને મોટી સુરક્ષા વચ્ચે પોલીસ ગુજરાતની સાબરમતી જેલથી ઉત્તર પ્રદેશ પ્રયાગરાજ લઇને આવી છે.
વર્ષ 2006 માં પૂર્વ ધારાસભ્ય રાજુ પાલની હત્યાના સાક્ષી ઉમેશ પાલનું અપહરણ કરીને ધમકાવી અને મારપીટ કરવાનો અતીક અહમેદ પર આરોપ છે. પ્રયાગરાજમાં દિન દહાડે ઉમેશ પાલની પણ હત્યા કરી દેવામાં આવી હતી. આ મામલે અતીક અહેમદ પણ આરોપી છે. અતીક અહમદનો ભાઇ અશરફ ઉત્તર પ્રદેશના બરેલી જેલમાં બંધ હતી. કોર્ટમાં રજુ કરવા માટે તેને પણ પ્રયાગરાજ લાવામાં આવ્યો છે.
સમાજવાદી પાર્ટીના પૂર્વ સાંસદ અતીક અહમદ 2019 થી સાબરમતી જેલમાં બધ છે. યૂપીમાં જેલમાં રહેવા દરમિયાન રિયલ એસ્ટેટ વેપારી મોહિત જાયસવાલના અપહરણ અને મારપીટ ના આરોપમાં સુપ્રિમ કોર્ટેના આદેશ બાદ તેમને સાબરમતી જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.












Click it and Unblock the Notifications
