પાકિસ્તાન દ્વારા હવે પૂંછમાં ભારે ગોળીબારી
પૂંછ, 7 ઓક્ટોબર: પાકિસ્તાન પોતાની આદતોની બાજ આવી રહ્યું નથી. સોમવારે મોટી સાંજે 5:35 મિનિટથી પાકિસ્તાને પૂંછમાં એલઓસી પર ફાયરિંગ શરૂ કરી દિધું હતું. તમને જણાવી દઇએ કે સોમવારે સવારે જ ભારતીય આર્મીએ તંગધારમાં ત્રણ આતંકવાદીઓને એન્કાઉન્ટરમાં ઠાર માર્યા હતા.
પાકિસ્તાન દ્વારા એક ઓક્ટોબરથી સતત સીઝફાયર વૉયલેશનની ઘટના થઇ રહી છે. રવિવારે પાકિસ્તાન દ્વારા થનાર ગોળીબારીમાં પાંચ નાગરિકોના મોત નિપજ્યાં હતા. તો બીજી તરફ 29 નાગરિકોને ઇજા પહોંચી હતી.

રક્ષા મંત્રી અરૂણ જેટલી અને ગૃહમંત્રી રાજનાથ સિંહે સ્પષ્ટ કરી દિધું છે કે ભારત દ્વારા પાકિસ્તાનને આકરો જવાબ આપવામાં આવશે. તો બીજી તરફ જમ્મૂ કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલાએ પણ ફાયરિંગને પાકિસ્તાનની ફસ્ટ્રેશન અને અવળચંડાઇ ગણાવી છે.
પાકિસ્તાન હવે ભારતીય આર્મી અને બીએસએફની ફોરવર્ડ પોસ્ટસ ઉપરાંત નાગરિકોને નિશાન બનાવી રહ્યાં છે અને ગત લગભગ ત્રણ મહિનાથી તેની આ હરકત ચાલુ છે.












Click it and Unblock the Notifications
