For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આગામી 3 દિવસ ભારી, આંધી-તોફાન આવી શકે, અલર્ટ જાહેર

આગામી 3 દિવસ ભારી, આંધી-તોફાન આવી શકે, અલર્ટ જાહેર

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ભારતીય હવામાન વિભાગે પૂર્વી અને પશ્ચિમી યૂપી, કર્ણાટકના તટીય વિસ્તારો અને હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદની ચેતવણી આપી છે અને કહ્યું કે 11 જુલાઈથી લઈ 13 જુલાઈ સુધી અહીં ભારે વરસાદની આશંકા છે, આની સાથે જ વિભાગે પૂર્વોત્તર રાજ્યોમાં આસામ, મેઘાલય, સિક્કિમ અને અરુણાચલ પ્રદેશમાં મધ્યમથી ભારે વરસાદનું અલર્ટ જાહેર કર્યું છે, એટલું જ નહિ ઝારખંડ અને ઓરિસ્સામાં આંધી-તોફાનની આશંકા છે.

આ જગ્યાએ ઓરેન્જ અલર્ટ

આ જગ્યાએ ઓરેન્જ અલર્ટ

અગાઉ હવામાન વિભાગે ઉત્તરાખંડના નૈનીતાલ, ચંપાવત, પિથૌરાગઢ, ચમોલી, ટેહરી ગઢવાલ, પૌડી ગઢવાલ, દેહરાદૂન અને હરિદ્વારમાં 11, 12, અને 13 જુલાઈએ ભારેથી વધુ વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે તો આજે અને કાલે દિલ્હી-એનસીઆરમાં વરસાદના અણસાર છે પરંતુ અહીં વરસાદ પોતાની રફ્તાર 15 જુલાઈ બાદ જ પકડશે.

ઉત્તરાખંડમાં વરસાદી તાંડવ

ઉત્તરાખંડમાં વરસાદી તાંડવ

આ સમયે આખા ઉત્તરાખંડમાં વરસાદ પડી રહ્યો છે, રાજ્યમાં ઓરેન્જ અલર્ટ જાહેર છે, ભારતીય હવામાન વિભાગના આ અલર્ટ બાદ પ્રશાસને તમામ જિલ્લાધિકારીઓને સતર્ક રહેવાના નિર્દેશ આપ્યા છે.

રાજસ્થાન, જમ્મુ કાશ્મીર, પંજાબમાં પણ ભારે વરસાદ

રાજસ્થાન, જમ્મુ કાશ્મીર, પંજાબમાં પણ ભારે વરસાદ

ઉત્તરાખંડ ઉપરાંત રાજસ્થાન, જમ્મુ અને કાશ્મીર, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, ઝારખંડ, ગુજરાત અને લક્ષદ્વીપના તટી વિસ્તારોમાં પણ તેજ વરસાદના અણસાર છે. જણાવી દઈએ કે અગાઉ હવામાન વિભાગે રાજસ્થાન માટે ચેતવણી જાહેર કરી હતી, તેણે કહ્યુ્ં હતું કે 24 કલાક દરમિયાન રાજ્યના પૂર્વી વિભાગોમાં અનેક સ્થાનો તથા પશ્ચિમી ભાગમાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદ થવાની આશંકા છે.

ભારે વરસાદ માયાનગરી મુંબઈમાં કહેર મચાવી શકે

ભારે વરસાદ માયાનગરી મુંબઈમાં કહેર મચાવી શકે

ફરી એકવાર ભારે વરસાદ માયાનગરી મુંબઈમાં કહેર મચાવી શકે છે, ભારતીય હવામાન વિભાગ મુજબ આગામી કેટલીક કલાકોમાં મુંબઈ, ઠાણે, પાલઘર સહિત કેટલાય વિસ્તારોમાં જબરદસ્ત વરસાદ થઈ શકે છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં 200 મિમી સુધી વરસાદ થવાનું અનુમાન છે, આ કારણે હવામાન વિભાગે મુંબઈમાં અલર્ટ જાહેર કર્યું છે.

Karnataka Crisis: કુમારસ્વામીએ 17 જુલાઈએ બહુમત સાબિત કરવું પડશે Karnataka Crisis: કુમારસ્વામીએ 17 જુલાઈએ બહુમત સાબિત કરવું પડશે

English summary
heavy rain expected in these states, orange alert for 3 days
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X