For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IMD Warning: દેશના આ રાજ્યોમાં આંધી-તોફાન, ગુજરાતમાં હિટવેવની આગાહી

IMD Warning: દેશના આ રાજ્યોમાં આંધી-તોફાન, ગુજરાતમાં હિટવેવની આગાહી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ કોરોના સંકટ વચ્ચે ગરમીએ પણ પોતાનો રંગ દેખાડવો શરૂ કરી દીધો છે, દેશના કેટલાય રાજ્યોમાં હાલ તેજ ગરમી પડવા લાગી છે, આઈએમડી મુજબ પશ્ચિમી વિક્ષોભના કારણે દેશના અન્ય ઉત્તરી રાજ્યોમાં શુક્રાવેર હવામાન મિજાજ બદલશે. હવામાન વિભાગના ડિરેક્ટર જેપી ગુપ્તા મુજબ શુક્રવારે અને શનિવારે પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં તેજ ધૂળની આંધી સાથે વરસાદ પણ પડી શકે છે.

આંધી-પાણીનો સિલસિલો ત્રણ દિવસ સુધી ચાલુ રહેશે

આંધી-પાણીનો સિલસિલો ત્રણ દિવસ સુધી ચાલુ રહેશે

જ્યારે આંધી-પાણીનો સિલસિલો આગામી 2-3 દિવસ સુધી ચાલુ રહેશે. જેાથી ખેડૂતો મૂસિબતમાં મુકાઈ શકે છે, કેમ કે હાલના દિવસોમાં ઘઉંની કાપણી ઝોરો પર ચાલી રહી છે. તમામ ખેડૂતોની કાપેલી ફસલ ખેતરોમાં પડી છે.

ગુજરાતમાં હિટવેવ

ગુજરાતમાં હિટવેવ

જ્યારે સ્કાઈમેટ વેધર મુજબ 17થી 19 એપ્રિલ દરમિયાન પંજાબ અને હરિયાણામાં ધૂળ ભરેલી આંધી ચાલવાની સાથે જ વરસાદની પણ સંભાવના રહેશે, રાજસ્થાનમાં આ 3 દિવસ દરમિયાન આંધી અને વરસાદના અણસાર જોવા મળી રહ્યા છે, જ્યારે આગલા ચાર પાંચ દિવસ દરમિયાન ઉત્તર ભારતના પહાડી અને મેદાની વિસ્તારોમાં દિવસ રાતના તાપમાનમાં વધારા પર બ્રેક લાગી રહેશે, એટલું જ નહિ સ્કાઈમેટે એમ પણ કહ્યું કે કેરળ, કર્ણાટક, છત્તીસગઢ અને વિદર્ભમાં ક્યાંક ક્યાંક ગાજ વિજ સાથે વરસાદ પડી શકે છે તો ગુજરાતમાં હીટવેવની સ્થિતિ બની રહેશે.

દિલ્હીમાં આજે હળવા વરસાદની આશંકા

દિલ્હીમાં આજે હળવા વરસાદની આશંકા

જ્યારે હવામાન વિભાગ મુજબ દિલ્હીમાં આજે હળવા વરસાદ સાથે તેજ હવા ચાલી શકે છે. હવામાન વિભાગનું અનુમાન છે કે 2-3 દિવસ સુધી દિલ્હીમાં હળવો વરસાદ થશે, જેનાથી તાપમાન નહિ વધે. હવામાન વિભાગનું કહેવું છે કે આ અઠવાડિયે દિલ્હીનું તાપમાન વરસાદ અને હવાઓને પગલે 40 ડિગ્રીથી ઉપર નહિ જાય. જ્યારે શનિવારે તાપમાન એક ડિગ્રી વધી 39 ડિગ્રી સુધી પહોંચવાની સંભાવના છે. જો કે રવિવારે હવામાન ફરી એકવાર કરવટ લેશે અને તાપમાનમાં કમી આવી શકે છે.

21 એપ્રિલે મોસમ ફરી ગરમ થશે

21 એપ્રિલે મોસમ ફરી ગરમ થશે

21 એપ્રિલથી મોસમ ફરી ગરમ થવા લાગશે અને તાપમાન વણ વધવા લાગશે, જ્યારે બુધવારે દિલ્હીના લગભગ તમામ વિસ્તારોમાં તાપમાન 40 ડિગ્રી પાર કરી ગયું. જ્યારે હવામાન વિભાગે આ વર્ષે મૉનસૂન વિશે જાણકારી આપતા કહ્યું કે આ વર્ષે દેશમાં સામાન્ય મોનસૂન રહેશે. પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સચિવ માધવન રાજીવને જાણખારી આપતા કહ્યું કે મૉડલ એરરન ધ્યાનમાં રાખતા દીર્ઘ અવધિ મોનસૂનમાં 5 ટકા કમી અથવા 5 ટકા વધારો થઈ શકે છે. પૂર્વાનુમાન મુજબ 2020 દરમિયાન મૉનસૂન સામાન્ય રહેશે અને 100 ટકા એવરેજ રહેવાનુ અનુમાન છે.

કોરોના સંકટ પર મંત્રીમંડળની આજે થશે મહત્વની બેઠક, બિપિન રાવત પણ રહેશે હાજરકોરોના સંકટ પર મંત્રીમંડળની આજે થશે મહત્વની બેઠક, બિપિન રાવત પણ રહેશે હાજર

English summary
Heavy Rain Expected over Delhi, Uttar Pradesh, Uttarakhand, Heat Wave comes in Gujarat-Rajasthan says IMD.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X