• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

કેરળમાં વરસાદે ફરીથી કહેર વર્તાવ્યો, ભૂસ્ખલનમાં 40 લોકો ગાયબ, 10ના મોત

|

દક્ષિણી રાજ્ય કેરળ ગયા વર્ષે આવેલા ભીષણ પૂરથી હજુ સુધી સંપૂર્ણપણે બહાર પણ નથી નીકળ્યુ કે એક વાર ફરીથી રાજ્ય પ્રાકૃતિક વિપત્તિનો શિકાર બની ગયુ છે. છેલ્લા ઘણા દિવસોથી કેરળના ઘણા ભાગોમાં થઈ રહેલા ભારે વરસાદના કારણે ઓછામાં ઓછા 10 લોકો માર્યા ગયા અને 13,000થી વધુ લોકોને બહાર કાઢવામાં આવ્યા. આ લોકોને 60થી વધુ રાહત શિબિરોમાં લઈ જવામાં આવ્યા. વળી, આજે પહાડી વિસ્તાર વાયનાડમાં ભારે ભૂસ્ખલનના સમાચાર છે. સ્થાનિક મીડિયા રિપોર્ટ મુજબ આ ભૂસ્ખલનમા 40 લોકો ગાયબ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. કેરળના ઘણા જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે.

સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ મુજબ ગુરુવારે સાંજે વાયનાડના મેપ્પડી વિસ્તારમાં ભારે ભૂસ્ખનલ થયુ છે. પ્રારંભિક રિપોર્ટમાં 40 લોકોના દબાયા હોવાની સંભાવના છે. આ ભૂસ્ખલનની ચપેટમાં એક મંદિર, એક મસ્જિદ, અમુક ઘર અને અમુક ગાડીઓ આવી છે. માટીમાં ઘણા લોકો દબાયા હોવાની સંભાવના છે. પૂરના પાણી તરતા આવી રહેલા ત્રણ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. ધ્વસ્ત ઈમારતોમાં ફસાયેલા વ્યક્તિઓની સંખ્યાની હજુ કોઈ તસવીર સ્પષ્ટ થઈ શકી નથી.

મંત્રીએ કહ્યુ કે પૂર પ્રભાવિત વિસ્તારોમાં ઈમરજન્સી સેવાઓ પહોંચાડવામાં આવી રહી છે. આ દરમિયાન રાજ્ય સરકારે બચાવ કાર્યો માટે સેનાની મદદ માંગી છે. વળી, સાવચેતી તરીકે કોચીન, આંતરરાષ્ટ્રીય એરપોર્ટ્સને અમુક કલાકો માટે બંધ કરી દીધા છે. અધિકારીઓ કહ્યુ કે શુક્રવારે બપોરે 1 વાગ્યા સુધી માટે એરપોર્ટને બંધ કરી દેવામાં આવ્યા છે. ગયા વર્ષ એરપોર્ટ્સને 10થી વધુ દિવસો માટે બંધ કરવામાં આવ્યા હતા.

રાજ્યના ઓછામાં ઓછા 12 જિલ્લા વરસાદથી પ્રભાવિત થયા છે. માછીમારોને સમુદ્રમાં નહિ જવા માટે કહેવામાં આવ્યુ છે કારણકે 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. ભારતીય હવામાન વિભાગે કેરળમાં અલગ અલગ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની ભવિષ્યવાણી કરી છે. કેરળ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ આગામી 24 કલાક માટે ઈડુક્કી, મલપ્પુરમ અને કોઝીકોડ જિલ્લાઓ માટે રેડ એલર્ટ ચેતવણી આપી છે. વળી, વાયનાડના સાંસદ રાહુલ ગાંધીએ પાર્ટીના કાર્યકર્તાઓને લોકોની મદદ કરવા માટે કહ્યુ છે.

આ પણ વાંચોઃ કાશ્મીર અને નવા લદ્દાખને મોદીનું વચન, અલગાવવાદ- આતંકવાદથી મુક્તિ મળશે

ગાંધીએ ટ્વીટ કરીને કહ્યુ, 'કેરળ, કર્ણાટક, અસમ અને બિહારમાં પૂરની સ્થિતિ ગંભીર છે. લાખો લોકો ફસાયેલા છે કે વિસ્થાપિત થઈ ચૂક્યા છે.' તેમણે કહ્યુ, 'હું પૂર પ્રભાવિત રાજ્યોના કોંગ્રેસ કાર્યકર્તાઓને આગ્રહ કરુ છુ કે તે જરૂરિયાતમંદ લોકોની મદદ માટે જે પણ કરી શકતા હોય તે કરે.' ગાંધીએ કહ્યુ, 'હું પ્રાર્થના કરુ છુ કે પૂરનુ પાણી જલ્દી ઘટી જાય.' પોતાના સંસદીય ક્ષેત્ર વાયનાડમાં પૂર પર ચિંતા વ્યક્ત કરતા તેમણે કહ્યુ, 'વાયવાડના લોકો સાથે મારી સંવેદના અને પ્રાર્થના જે પૂરનો સામનો કરી રહ્યા છે. હું વાયનાડ જવાનો હતો પરંતુ મને અધિકારીઓએ સલાહ આપી કે ત્યાં મારી હાજરી રાહત અને બચાવ કાર્યમાં અડચણ નાખી શકે છે.' હું તેમની મંજૂરીની રાહ જોઈ રહ્યો છુ.

English summary
heavy rain in kerala, Landslides in Wayanad; 40 persons missing
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X