Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

પાણી-પાણી થઈ માયાનગરી, મુંબઈમાં આજે પણ હાઈઅલર્ટ, કેટલીય ફ્લાઈટ્સ-ટ્રેન રદ

પાણી-પાણી થઈ માયાનગરી, મુંબઈમાં આજે પણ હાઈઅલર્ટ, કેટલીય ફ્લાઈટ્સ-ટ્રેન રદ

મુંબઈઃ માયાનગરી મુંબઈમાં આકાશી વાદળો ફરી એક વખત આફત વરસાવી રહ્યા છે, ભારે વરસાદને કારણે એકવાર ફરી મુંબઈ પાણી-પાણી થઈ ગયું છે, એટલું જ નહિં મુંબઈ અને આજુબાજુના વિસ્તારોમાં પણ તેજ વરસાદને કારણે ઠેર-ઠેર જલભરાવ થઈ ગયો છે, લોકોને આવવા જવામાં ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. રેલવે ટ્રેક પર પાણીના ભરાવાના કારણે ટ્રેન સેવાઓમાં પણ અસર પહોંચી છે. બીજી તરફ ભારે વરસાદને કારણે મુંબઈ એરપોર્ટથી 7 ઉડાણ રદ્દ કરી દેવામાં આવી છે. જ્યારે કેટલીય વિમાન સેવાઓ વિલંબિત ચાલી રહી છે.

આજે પણ મુંબઈમાં હાઈ અલર્ટ

આજે પણ મુંબઈકરોને વરસાદથી રાહત મળે તેવા કોઈ અણસાર નથી જોવા મળી રહ્યા. ભારતીય હવામાન વિભાગે આજે પણ વરસાદ ચાલુ રહેવાની આશંકા જતાવી છે, આ ઉપરાંત આ દરમિયાન તેજ હવાઓ પણ ચાલશે તેવા અણસાર છે, હાઈટાઈડની આશંકા છે અને માટે માછીમારોને સમુદ્રમાં ન જવાની સલાહ આપવામાં આવી છે.

તેજ હવા ચાલવાના અણસાર

ભારતીય હવામાન વિભાગનું કહેવું છે કે મુંબઈ સિવાય ઠાણે, પાલઘર, રાયગઢ, રત્નગિરિ અને સિંધુદુર્ગ વિસ્તારોમાં વરસાદ ચાલુ રહેવાની આશંકા છે. આ ઉપરાંત આ દરમિયાન 30-40 કિમી પ્રતિ કલાકની ઝડપે તેજ હવા ચાલવાના પણ અણસાર છે. એવામાં લોકોને સતર્ક રહેવાની અપીલ કરવામાં આવી છે, મુંબઈમાં શનિવારે વરસાદને કારણે સ્કૂલ-કોલેજ બંધ રહ્યા અને કેટલીય ફ્લાઈટ્સ અને ટ્રેન રદ્દ કરી દેવામાં આવી હતી.

નવી મુંબઈમાં વૉટર ફૉલમાં 4 લોકો તણાયા

નવી મુંબઈમાં વૉટર ફૉલમાં 4 લોકો તણાયા

નવી મુંબઈમાં એક ઘટનામાં 4 લોકો પાંડવકડા વૉટર ફૉલમાં તણાઈ ગયા, જણાવી દઈએ કે મુંબઈ અને આજુબાજુના વિસ્તારોમાં ગત રાત્રે તેજ વરસાદ બાદ કેટલાય વિસ્તારોમાં ભારે પાણીનો જમાવડો થઈ ગયો છે. જે વિસ્તાર પ્રભાવિત છે તેમાં મલાડ, ગોરેગાંવ, કાંદિવલી, બોરિવલી, નાલાસોપારા, જોગેશ્વરી, પાલઘર, વસઈ, અંધેરી, દહિસર સામેલ છે, હવામાન વિભાગે મુંબઈ અને ઉપનગરીય વિસ્તારો માટે આગામી 48 કલાક રેડ અલર્ટ જાહેર કર્યું છે. લોકલ ટ્રેન પણ 20-30 મિનિટ મોડી ચાલી રહી છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X