For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મુંબઈમાં ભારે વરસાદ, ઘણા વિસ્તારોમાં પાણી ભરાયું, એલર્ટ જાહેર

ગુરુવારે મુંબઈમાં ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થઇ ગયું છે. લોઅર પરેલ અને બીજા ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

ગુરુવારે મુંબઈમાં ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થઇ ગયું છે. લોઅર પરેલ અને બીજા ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. વરસાદના કારણે લોકલ ટ્રેન સેવા પણ પ્રભાવિત થઇ ચુકી છે. ઘણા જગ્યા પર પાણી ભરાઈ જવાને કારણે ટ્રાફિક જામની સમસ્યા પણ આવી રહી છે. મુંબઈમાં આવનારા ત્રણ દિવસમાં ભારે વરસાદ આગાહી પણ કરવામાં આવી છે. હવામાન વિભાગ ઘ્વારા તેને લઈને એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યો છે. એલર્ટના ભાગ રૂપે પગલાં લેવા એનડીઆરએફ ત્રણ ટીમો પણ ગોઠવી દેવામાં આવી છે.

mumbai rain

Newest First Oldest First
5:04 PM, 7 Jun

મલાડ, કોલાબા, વર્લી, ઘાટકોપર જેવી જગ્યા પર નૌસેના ગોઠવવામાં આવી એનડીઆરએફ અને નેવી વિભાગ પણ એલર્ટ
2:10 PM, 7 Jun

આ વરસાદના કારણે લંડનથી મુંબઈ આવી રહેલ જેટ એરવેઝની ફ્લાઈટ નંબર 9W-117 ને ડાયવર્ટ કરી દેવામાં આવી છે.
2:09 PM, 7 Jun

હવામાન વિભાગ ઘ્વારા આપવામાં આવેલી ચેતવણી પછી બીએમસી ઘ્વારા પોતાના કર્મચારીઓની શનિવાર અને રવિવારની રજા કેન્સલ કરી નાખી છે.
2:05 PM, 7 Jun

મહારાષ્ટ્રના ઉત્તર ભાગમાં આવનારા 24 કલાકમાં ભયંકર વરસાદની આગાહી. 7 થી 12 જૂન વચ્ચે મધ્ય મહારાષ્ટ્રના દૂરના વિસ્તારોમાં ભારે વરસાદ થઇ શકે છે.
2:03 PM, 7 Jun

ભારે વરસાદને કારણે મુંબઈના રસ્તા પર પાણી ભરાયું. ઘણા નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાને કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

English summary
Heavy Rain in mumbai live updates
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X