For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારે વરસાદના કારણે મુંબઈ થયુ પાણી-પાણી, કલાકો સુધી લોકો ફસાયા

દેશની આર્થિક રાજધાનીમાં મંગળવારે રાતે થયેલા ભારે વરસાદ બાદ ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા છે.

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ દેશની આર્થિક રાજધાનીમાં મંગળવારે રાતે થયેલા ભારે વરસાદ બાદ ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા છે. રસ્તાથી લઈને રેલવે સ્ટેશનો પર ઘણા ફૂટ સુધી પાણી ભરાઈ ગયુ છે. પાણી ભરાવાના કારણે ટ્રેનો રોકવી પડી. લોકો કલાકો સુધી સ્ટેશનો પર ફસાયેલા રહ્યા. ભારે વરસાદના કારણે રસ્તા પાણીથી ભરાઈ ગયા છે. ઘણા કિલોમીટર સુધી લાંબો ટ્રાફિક જામ થઈ ગયો. ભારે વરસાદના કારણે મુંબઈના સાયન રેલવે સ્ટેશન પર પાણી ભરાઈ ગયુ. મોડી રાત સુધી યાત્રીઓ સ્ટેશન પર ફસાયેલા રહ્યા.

rain

હવામાન વિભાગની માનીએ તો વરસાદનો સિલસિલો હજુ પણ ચાલુ રહેવાનો છે. બુધવારે પણ મુંબઈમાં ભારે વરસાદના અણસાર છે. હવામાન વિભાગના પૂર્વાનુમાન મુજબ આજે પણ ભારે વરસાદ થઈ શકે છે. વળી, બીએમસી અને સ્થાનિક પ્રશાસને અપીલ કરી છે કે જો જરૂર ન હોય તો લોકો ઘરમાંથી બહાર ન નીકળે. વળી, રેલવેએ ઘણી લોકલ ટ્રેનોનુ સંચાલન આજે બંધ કરી દીધુ છે. સીપીઆરઓ સીઆર તરફથી આપવામાં આવેલી માહિતી મુજબ ભારે વરસાદ અને પાણી ભરાવાના કારણે સિયોન-કુર્લા, છત્રપતિ-કુર્લા અને મસ્જિદ વચ્ચે લોકલ ટ્રેનોનુ સંચાલન બંધ રહેશે. વળી, CSMT-ઠાણે, CSMT-વાસી વચ્ચે સેવા બંધ રહેશે.

આ વિસ્તારોમાં વરસાદની સંભાવના

વળી, હવામાન વિભાગના પૂર્વાનુમાન મુજબ બુધવારે દેશની રાજધાની દિલ્લીમાં પણ વરસાદ થઈ શકે છે. દિલ્લી-એનસીઆર ઉપરાંત ઝિંદ, હસ્તિનાપુર, ચાંદપુર, બદાંયુ, અમરોહા, મુરાદાબાદ અને તેની આસપાસના વિસ્તારોમાં આજે હળવો વરસાદ થઈ શકે છે.

IPL 2020 Match 2: દિલ્હી કેપિટલ્સ અને કિંગ્સ ઈલેવન પંજાબની બેસ્ટ સંભવિત પ્લેઈંગ 11IPL 2020 Match 2: દિલ્હી કેપિટલ્સ અને કિંગ્સ ઈલેવન પંજાબની બેસ્ટ સંભવિત પ્લેઈંગ 11

English summary
Heavy Rain in Mumbai, Waterlogging on Road and Railway track.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X