For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારે વરસાદના કારણે હૈદરાબાદમાં રેડ એલર્ટ, 8ના મોત, રસ્તાઓ-હોસ્પિટલોમાં પાણી ભરાયા

હૈદરાબાદમાં ભારે વરસાદના કારણે દિવાલ પડી જવાથી 8 લોકોના મોત થઈ ગયા જેમાં એક બાળક પણ શામેલ છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ હૈદરાબાદમાં સતત થઈ રહેલા વરસાદના કારણે ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા છે અને જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયુ છે. લોકોને અવરજવર માટે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ક્યાંક હોસ્પિટલોમાં પાણી ભરાઈ ગયા છે તો ક્યાંક રસ્તા પર કાર વહેતી દેખાઈ રહી છે. ખેતરોમાં પાણી ભરાવાથી પાકને નુકશાન થયુ છે. વળી, બદલાગુડાના મોહમ્મદિયા હિલ્સમાં ભારે વરસાદના કારણે દિવાલ પડી જવાથી 8 લોકોના મોત થઈ ગયા જેમાં એક બાળક પણ શામેલ છે.

ભારે વરસાદની એલર્ટ જારી

ભારે વરસાદની એલર્ટ જારી

હાલમાં બચાવ અને રાહત અભિયાન સતત ચાલુ છે. આજે પણ અહીં ભારે વરસાદની શંકાને પગલે હૈદરાબાદ સહિત તેલંગાનામાં હવામાન વિભાગે રેડ એલર્ટ જારી કર્યુ છે. તેલંગાનાના મુખ્ય સચિવ સોમેશ કુમારે માહિતી આપીને જણાવ્યુ કે બધા જિલ્લાના પ્રશાસનને એલર્ટ જારી કરી દેવામાં આવ્યુ છે. હૈદરાબાદના ઘણા વિસ્તારોમાં છેલ્લા 24 કલાકમાં 20 સેમી સુધી વરસાદ થયો છે, રાહત અને બચાવ કાર્ય ચાલુ છે અને દરેક સંભવ મદદ કરવામાં આવશે.

હૈદરબાદામાં પૂરની સ્થિતિ

સતત થઈ રહેલા વરસાદના કારણે હૈદરાબાદમં પૂરની સ્થિતિ પેદા થઈ ગઈ છે. ઘણી જગ્યાએ તો વરસાદના કારણે ફસાયેલા લોકોને કાઢવા માટે બોટની મદદ લેવી પડી છે. જે ફોટા સામે આવ્યા છે તેનાથી અંદાજ લગાવી શકાય છે કે સ્થિતિ ખૂબ ભયાનક છે. રસ્તાામાં કમર સુધી પાણી છે. સૌથી વધુ પ્રભાવિત વનસ્થલીપુરમ, અટ્ટાપુર મેઈન રોડ અને મુશીરાબાદ વિસ્તાર છે.

વરસાદના કારણે તાપમાનમાં ઘટાડો

વરસાદના કારણે તાપમાનમાં ઘટાડો

તમને જણાવી દઈએ કે ભારતીય હવામાન વિભાગે દેશના 5 રાજ્યોમાં ભારે વરસાદનુ એલર્ટ જારી કર્યુ છે કારણકે બંગાળની ખાડીમાં બનેલ લો પ્રેશર એરિયા હવે હાઈ પ્રેશરમાં ફેરવાઈ ગયુ છે જેના કારણે સોમવારે સાંજથી હૈદરાબાદ, કર્ણાટક અને ઓરિસ્સાના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. વરસાદના કારણે તાપમાનમાં ઘટાડો થયો છે અને ઝડપી પવન ફૂંકાઈ રહ્યો છે. વિભાગે કહ્યુ છે કે આજે અને કાલે તેલંગાનામાં આ રીતનો વરસાદ થતો રહેશે માટે લોકોએ ખૂબ જ સતર્ક રહેવાની જરૂર છે.

20 સેમી સુધી વરસાદનુ અનુમાન

20 સેમી સુધી વરસાદનુ અનુમાન

આઈએમડીના જણાવ્યા મુજબ આંધ્ર પ્રદેશ, તેલંગાના, કર્ણાટક, મધ્ય મહારાષ્ટ્ર, વિદર્ભ અને ઓરિસ્સા 20 સેમી સુધી વરસાદનુ અનુમાન છે અને નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ પણ સંભવ છે માટે અહીં પ્રશાસને હાઈ એલર્ટ આપી છે. દેશના અન્ય રાજ્યોની વાત કરીએ તો 15થી 17 ઓક્ટોબર વચ્ચે દિલ્લી-એનસીઆરમાં મેઘ વરસી શકે છે જ્યારે પૂર્વ ભારતમાં બિહાર, ઝારખંડ અને પૂર્વ ઉત્તર પ્રદેશના પણ અમુક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ સંભવ છે.

હાથરસમાં 4 વર્ષની માસૂમ બાળકી પર તેના જ સંબંધીએ કર્યો રેપહાથરસમાં 4 વર્ષની માસૂમ બાળકી પર તેના જ સંબંધીએ કર્યો રેપ

English summary
Heavy rainfall in Hyderabad city, 8 persons including a child died, red alert issued.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X