દિલ્હી સહિત પુર્વોત્તરના રાજ્યોમાં ભારે વરસાદ, શાળાઓ બંધ કરવાની ફરજ પડી
દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ચોમાસુ જામ્યુ છે અને ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. દિલ્હી, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં પુરની સ્થિતી છે અને ઘણી જગ્યાએથી ભુસ્ખલનના પણ સમાચારો આવી રહ્યા છે.
ભારે વરસાદને કારણે જનજીવન ખરાબ રીતે પ્રભાવિત થયુ છે ત્યારે હિમાચલ પ્રદેશ સરકારે રાજ્યમાં 11 જૂલાઈએ સુધી શાળાઓ બંધ રાખવા આદેશ કર્યો છે. હિમાલચ પ્રદેશ સિવાય ઉત્તરાખંડના નૈનીતાલ, ઉત્તરકાશી અને દેહરાદૂન જિલ્લામાં ધોરણ 1 થી 12 માટે ત્રણ દિવસની રજા જાહેર કરવામાં આવી છે.

ભારે વરસાદને પગલે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ દિલ્હીમાં 10મી જુલાઈએ શાળા બંધ રાખવાની જાહેરાત કરી છે. છેલ્લા બે દિવસથી ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયુ છે તો બીજી તરફ હવામાન વિભાગે હજુ પણ વરસાદની આગાહી કરી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દિલ્હીમાં ભારે વરસાદ જોવા મળશે. દિલ્હીમાં વરસાદે તેનો 21 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે. ઘણી જગ્યાઓએ રસ્તાઓ પણ પાણી ભરાયા છે અને વૃક્ષો પણ ધરાશાયી થયા હોવાના અહેવાલ છે.
બીજી તરફ હિમાચલ પ્રદેશમાં હવામાન વિભાગે 7 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. જેમાં ચંબા, કાંગડા, કુલ્લુ, મંડી, ઉના, હમીરપુર અને બિલાસપુરનો સમાવેશ થાય છે. ત્રણ જિલ્લા શિમલા, સોલન અને સિરમૌરમાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.












Click it and Unblock the Notifications
