For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મુંબઈમાં વરસાદનો કહેર, સ્કૂલ-કોલેજો બંધ, આજે પણ ભારે વરસાદની આશંકા

માયાનગરી મુંબઈમાં આકાશથી આફત વરસી રહી છે મુંબઈ શહેરમાં ભારે વરસાદને લીધે પાણી ભરાઈ ગયા છે, એટલું જ નહીં પરંતુ ભારે વરસાદને કારણે મુંબઈના આસપાસના વિસ્તારો પાણી ભરાઈ ગયા છે.

|
Google Oneindia Gujarati News

માયાનગરી મુંબઈમાં આકાશથી આફત વરસી રહી છે મુંબઈ શહેરમાં ભારે વરસાદને લીધે પાણી ભરાઈ ગયા છે, એટલું જ નહીં પરંતુ ભારે વરસાદને કારણે મુંબઈના આસપાસના વિસ્તારો પાણી ભરાઈ ગયા છે. તેને કારણે લોકોને અવરજવરમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે, આજે પણ મુંબઇકારોને વરસાદથી રાહત મળે તેમ લાગતું નથી. ભારતીય હવામાન વિભાગે આગાહી કરી છે કે આજે પણ વરસાદ ચાલુ રહેશે, આ ઉપરાંત આ સમયગાળા દરમિયાન ભારે પવન ફુંકાશે તેવી અપેક્ષા છે.

સ્કૂલ-કોલેજો આજે બંધ રાખવાનો આદેશ

સ્કૂલ-કોલેજો આજે બંધ રાખવાનો આદેશ

હવામાન વિભાગના રેડ એલર્ટને ધ્યાનમાં રાખીને આજે મુંબઈ, પાલઘર, થાણે, રાયગઢની શાળાઓ અને કોલેજોને બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે, હવામાન વિભાગનું કહેવું છે કે, આગામી 48 કલાક દરમિયાન મહારાષ્ટ્રના આ ભાગોમાં ભારે વરસાદની સંભાવના છે. મહારાષ્ટ્ર સરકારે તમામ સરકારી કર્મચારીઓને ઓફિસે મોડેથી આવવાની છૂટ પણ આપી દીધી છે.

ભારે વરસાદની આશંકા

ભારે વરસાદની આશંકા

ભારે વરસાદની સંભાવનાને કારણે રાજ્ય સરકારે મુંબઇની જનતાને અપીલ કરી છે કે, જ્યાં સુધી જરૂરી ન હોય ત્યાં સુધી તેઓ ઘરેથી બહાર ના નીકળે. એવું પણ કહેવામાં આવ્યું હતું કે તમામ કટોકટી સેવાઓ શરૂ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે મુંબઈ સહિત સમગ્ર કોંકણ વિસ્તારમાં ત્રણ દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે.

રોડ અને રેલ્વે ખરાબ રીતે પ્રભાવિત

રોડ અને રેલ્વે ખરાબ રીતે પ્રભાવિત

તેનાથી મહાનગરમાં રોડ અને રેલ્વે ટ્રાફિકને ભારે અસર પહોંચી છે. પુણેના જિલ્લા કલેક્ટર નવલ કિશોર રામે માહિતી આપી હતી કે પુણેમાં અવિરત વરસાદને જોતાં 5 ઓગસ્ટે તમામ શાળાઓ અને કોલેજો બંધ રહેશે. પૂણે શહેરમાં પૂર જેવી પરિસ્થિતિને પગલે પૂણે મહાનગરપાલિકા દ્વારા 500 થી વધુ પરિવારોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે.

English summary
Heavy rains in Mumbai, schools and colleges closed today
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X