For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Pic: દિલ્હી-નોઇડામાં ભારે વરસાદ, ઠેર-ઠેર ટ્રાફિકજામના દ્રશ્યો

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 16 ઓગષ્ટ: રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં શુક્રવારે સવારે ભારે વરસાદ વરસ્યો છે અને ન્યૂનતમ તાપમાન સામાન્ય કરતાં એક ડિગ્રી ઓછું 24.5 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર શનિવાર સવાર સુધી વરસાદ વરસશે તેવી સંભાવના વ્યક્ત કરી છે. અહીં સવારે આઠ વાગ્યાથી વરસાદ શરૂ થયો હતો. મુખ્ય માર્ગો પર પાણી ભરાઇ જવાથી અને ટ્રાફિકજામની સમસ્યા સર્જાતા કોલેજ અને ઓફિસ જઇ રહેલા મુસાફરો અટવાઇ ગયા હતા. એક ટ્રાફિક પોલીસે જણાવ્યું હતું કે પાણી નિકાસના નાળા જામ થઇ જતાં કેટલાક સ્થળોએ ટ્રાફિકજામની સમસ્યા સર્જાઇ હતી. દક્ષિણી દિલ્હીના નિજામુદ્દીન, ગ્રેટર કૈલાશ 1 અને સફરદરજંગમાં ટ્રાફિક ધીમી ગતિએ છે.

રાહદારીઓ, મોટરસાઇકલો અને સ્કૂટર ચાલકો મેટ્રોના પુલના નીચે અને અન્ય સ્થળોમાં શરણ લઇ રહ્યાં છે જેથી ટ્રાફિકમાં સમસ્યા ઉભી થઇ રહી છે. ભારતીય હવામાન વિભાગ (આઇએમડી)ના અનુસાર, ગુરૂવારે સવારે 8.30 વાગ્યાથી શુક્રવારે સવારે 8.30 સુધી 15.6 મિલીમીટર વરસાદ નોંધવામાં આવ્યો છે. અહીં શુક્રવારે સવારે વરસાદની ગતિ ધીમી થતાં પહેલા કેટલાક ચરણોમાં વરસાદ થયો હતો. આઇએમડીના એક અધિકારીએ જણાવ્યું હતું કે 'આકાશમાં વાદળો ઘેરાયેલા છે અને શહેરના કેટલાક ભાગોમાં વરસાદ અને ગર્જના સાથે છાંટા પડવાની સંભાવના છે.''

તેમના જણાવ્યા અનુસાર મોટાભાગે તાપમાન 32 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની સંભાવના છે. વાતાવરણમાં ભેજ સવારે 8.20 વાગે 97 ટકા નોંધાયો હતો. જૂન મહીનામાં મોનસૂનની શરૂઆત બાદ દિલ્હીમાં અત્યાર સુધી 539.6 મિલીમીટર વરસાદ નોંધાયો છે, જે સામાન્ય કરતાં 29 ટકા વધારે છે. શહેરમાં ગુરૂવારે અધિકત્તમ તાપમાન સામાન્ય કરતાં ત્રણ ડિગ્રી ઓછું 30.7 ડિગ્રી સેલ્સિયસ અને ન્યૂનતમ તાપમાન સામાન્ય કરતાં બે ડિગ્રી ઓછું 24.7 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું. તો આવો દિલ્હી સહિત અન્ય રાજ્યોમાં અને મુખ્ય શહેરોની સ્થિતી તસવીરોમાં જોઇએ.

દિલ્હીમાં વરસાદના કારણે સર્જાઇ ટ્રાફિક સમસ્યા

દિલ્હીમાં વરસાદના કારણે સર્જાઇ ટ્રાફિક સમસ્યા

રાહદારીઓ, મોટરસાઇકલો અને સ્કૂટર ચાલકો મેટ્રોના પુલના નીચે અને અન્ય સ્થળોમાં શરણ લઇ રહ્યાં છે જેથી ટ્રાફિકમાં સમસ્યા ઉભી થઇ રહી છે.

દિલ્હીમાં મુસાફરો અટવાયા

દિલ્હીમાં મુસાફરો અટવાયા

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર શનિવાર સવાર સુધી વરસાદ વરસશે તેવી સંભાવના વ્યક્ત કરી છે. અહીં સવારે આઠ વાગ્યાથી વરસાદ શરૂ થયો હતો. મુખ્ય માર્ગો પર પાણી ભરાઇ જવાથી અને ટ્રાફિકજામની સમસ્યા સર્જાતા કોલેજ અને ઓફિસ જઇ રહેલા મુસાફરો અટવાઇ ગયા હતા.

દિલ્હીમાં વરસાદના કારણે ભયંકર જામ

દિલ્હીમાં વરસાદના કારણે ભયંકર જામ

વરસાદને દિલ્હીની ગતિ ફરી એકવાર ધીમી કરી દિધી છે. શુક્રવારે સવારથી જ વરસાદના કારણે રાજધાની અને એનસીઆરના કેટલાક ભાગોમાં જોરદાર ટ્રાફિકજામ થઇ ગયો હતો. સવારે 8.30 વાગ્યા સુધી રાજધાનીમાં 15.6 મિલીમીટર વરસાદ વરસી ચૂક્યો છે. કેટલાક સ્થળોએ પાણી ભરાઇ ગયા હોવાના સમાચાર પણ છે. દિલ્હીના અક્ષરધામ, નોઇડા મોડ, આઇટીઓ અને પટપડગંજમાં ટ્રાફિકની ગતિ ધીમી થઇ ગઇ છે, જેના કારણે ઓફિસે જવા માટે નિકળેલા લોકો રસ્તામાં ફસાઇ ગયા છે. આ ઉપરાંત એનએચ-24માં પરિસ્થિતી એકદમ ખરાબ છે.

નોઇડામાં પણ ભારે વરસાદ

નોઇડામાં પણ ભારે વરસાદ

શુક્રવારે સવારે દિલ્હીને અડીને આવેલા નોઇડામાં પણ ભારે વરસાદના લોકોને પરેશાનીનો સામનો કરવો પડ્યો છે. નોઇડા મોડ, સેક્ટર 22, હરૌલા માર્કેટ અને સેક્ટર 58ના તરફના માર્ગો પર પાણી ભરાઇ જતાં ઓફિસ જઇ રહેલા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. તો બીજી તરફ હવામાન વિભાગનું કહેવું છે કે બપોર પછી હવામાન સાફ થઇ જશે પરંતુ સાંજે વરસાદના અણસાર છે. જો કે આ વરસાદે વાતાવરણને મોહક બનાવી દિધું છે અને તાપમાનમાં ઘટાડો નોંધાયો છે.

મપ્રમાં વરસાદના અણસાર

મપ્રમાં વરસાદના અણસાર

મધ્યપ્રદેશમાં વરસાદના અણસાર યથાવત છે. શુક્રવારે પણ આકાશમાં વાદળો છવાયેલા છે અને આશા છે કે વરસાદ વરસી શકે છે. રાજ્યમાં મોનસૂનના વાદળો અત્યારસુધીના અન્ય વર્ષોના મુકાબલે જોરદાર રીતે વરસ્યા છે અને આ કારણે જ અહી ઓગષ્ટ મહિનાના આ સમયગાળા દરમિયાન થનાર સરેરાશ વરસાદ કરતાં વધુ વરસાદ નોંધવામાં આવ્યો છે. ગત 24 કલાકોમાં વરસાદ નોંધાયો હતો. ગ્વાલિયરમાં 18 મિલીમીટર વરસાદ નોંધવામાં આવ્યો છે. આ ઉપરાંત અન્ય સ્થળોએ ઝરમર વરસાદ વરસી રહ્યો છે.

લખનઉમાં વાદળ છવાયા, ભારે વરસાદના અણસાર

લખનઉમાં વાદળ છવાયા, ભારે વરસાદના અણસાર

ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉ સહિત પ્રદેશના કેટલાક જિલ્લાઓમાં શુક્રવારે સવારેથી વાદળ છવાયેલા છે. હવામાન વિભાગે આગામી 24 કલાક દરમિયાન કેટલાક વિસ્તારોમાં વરસાદ થવાની સંભાવના છે. ઉત્તર પ્રદેશ હવામાન વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર આગામી એક દિવસ સુધી પશ્વિમી ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારોમાં સામાન્ય તથા ભારે વરસાદનું અનુમાન છે. પૂર્વાચલ અને બુંદેલખંડના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થવાની સંભાવના છે.

બિહારમાં વાદળ છવાયા, વરસાદની સંભાવના

બિહારમાં વાદળ છવાયા, વરસાદની સંભાવના

રાજધાની પટના સહિત બિહારના મોટાભાગના વિસ્તારોમાં ગુરૂવારે આછા વાદળો છવાયેલા છે, જો કે વચ્ચે-વચ્ચે તડકો નીકળી રહ્યો છે. હવામાન વિભાગે રાજ્યના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. પટના હવામાન વિભાગના અનુસાર ગુરૂવારે પટનાનું ન્યૂનતમ તાપમાન 28.3 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું છે.

English summary
The National Capital Region was lashed by heavy rains on Friday morning, leading to waterlogging at several places in Delhi and adjoining Noida.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X