For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Cyclone Fani: ઓરિસ્સા સરકારે બધા જ જિલ્લાને અલર્ટ કર્યા

Cyclone Fani: ઓરિસ્સા સરકારે બધા જ જિલ્લાને અલર્ટ કર્યા

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ચક્રવાતી ફાની ભીષણ તોફાનમાં તબ્દીલ થઈ શકે છે, માટે ઓરિસ્સા સરકારે આના સંભવિત ખતરાને લઈ પોતાના દક્ષિણી અને તટીય જિલ્લાને સતર્ક કરી દીધા છે. મુખ્ય સચિવે ઓરિસ્સા રાજ્ય આપદા પ્રબંધન પ્રાધિકરણને સ્થિત પર નજર રાખવા નિર્દેશ આપ્યા છે, સાથે જ સંબંધિત વિભાગોને ચક્રવાતના કોઈપણ ખતરાથી નિપટવા માટે તમામ તૈયારીઓ પૂરી રાખવા કહ્યું છે.

ચક્રવાત ફાનીથી ઓરિસ્સાના તટીય વિસ્તારને ખતરો

ચક્રવાત ફાનીથી ઓરિસ્સાના તટીય વિસ્તારને ખતરો

જો કે ચક્રવાત ફાની ઓરિસ્સામાં આવવાની સંભાવના નથી, પરંતુ આ રાજ્યના તટીય વિસ્તારમાંથી થઈ પસાર થશે. જેના પ્રભાવથી રાજ્યમાં ભારે વરસાદ અને 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાઈ શકે છે, જે જનજીવન પ્રભાવિત કરી શકે છે, મુખ્ય સવિચે લોકોને પણ સતર્ક રહેવાના નિર્દેશ આપ્યા છે.

ફાનીના કારણે કેરળ, આંધ્ર પ્રદેશ, તમિલનાડુમાં તેજ વરસાદ થઈ શકે

હવામાન ખાતા મુજબ 1 મેની સાંજ સુધી આ ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધશે. હવામાન ખાતાએ ફાનીના કારણે કેરળ, આંધ્ર પ્રદેશ, તમિલનાડુ અને ઓરિસ્સાના વિસ્તારોમાં આગામી કેટલાક દિવસ વરસાદ થવાનું પૂર્વાનુમાન જતાવ્યું છે. અગાઉ પીએમ નરેન્દ્ર મોદીએ અધિકારીઓને ચક્રવાતી તોફાની ફાની માટે તૈયાર રહેવા નિર્દેશ આપ્યા છે જે દક્ષિણપૂર્વ બંગાળની ખાડીમાં મજબૂત સ્થિતિ ધારણ કરી રહ્યું છે.

પીએમ મોદીએ ચિંતા જતાવી

પીએમ મોદીએ ચિંતા જતાવી

અગાઉ પીએમ મોદીએ પણ ટ્વીટ કર્યું હતું કે ફાની તોફાનને કારણે બની રહેલ સ્થિતિના સંબંધમાં અધિકારીઓ સાથે વાતચીત કરી. તેમને જરૂરી પગલાં ઉઠાવવા અને શક્ય તમામ મદદ કરવા તૈયાર રહેવા કહ્યું છે. સાથે જ તેમનાથી પ્રભાવિત રાજ્યોની સરકારોની સાથે નજીકથી કામ કરવાની પણ અપીલ કરી છે, સૌકોઈની સુરક્ષા માટે પ્રાર્થના કરી રહ્યો છું.

બધા જ બંદરો પર વોર્નિંગ

બધા જ બંદરો પર વોર્નિંગ

એનડીઆરએફ અને ભારતીય તટરક્ષક બળને હાઈ અલર્ટ પર રાખવામાં આવ્યું છે, ઓરિસ્સા રાજ્ય આપદા પ્રાધિકરણે કહ્યું કે દક્ષિણ પૂર્વ બંગાળની ખાડી ઉપર અને તેના પાડોસી ક્ષેત્રોમાં 115 કિમી પ્રતિ કલાકની ઝડપે આજે આંધી ચાલી શકે છે માટે બધા જ મોટા બંદરો જેમ કે મછલીપટ્ટનમ, કૃષ્ણટ્ટનમ, નિજમાપટ્ટનમ, વિશાખાપટ્ટનમ, ગંગાવરમ અને કાકીનંદા પર વોર્નિંગ સિગ્નલ 2 જાહેર કરવામાં આવ્યું છે અને લોકોને પણ સતર્ક રહેવા માટે અપીલ કરવામાં આવી છે.

ખતરનાક થતું જઈ રહ્યું છે 'FANI', પીએમ મોદીએ કર્યું ટ્વીટખતરનાક થતું જઈ રહ્યું છે 'FANI', પીએમ મોદીએ કર્યું ટ્વીટ

English summary
Heavy to very heavy rainfall at few places over coastal Odisha & adjoining districts of north coastal Andhra Pradesh on 3&4 May.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X