For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાંચ વર્ષમાં કેટલી વધી મથુરાથી ભાજપના સાંસદ હેમા માલિનીની સંપત્તિ?

મથુરા લોકસભા સીટથી ભાજપા ઉમેદવાર અને બોલિવુડની ડ્રીમ ગર્લ હેમા માલિનીએ પોલ પેનલ સામે પોતાની કુલ સંપત્તિનો ખુલાસો કર્યો છે.

|
Google Oneindia Gujarati News

મથુરા લોકસભા સીટથી ભાજપા ઉમેદવાર અને બોલિવુડની ડ્રીમ ગર્લ હેમા માલિનીએ પોલ પેનલ સામે પોતાની કુલ સંપત્તિનો ખુલાસો કર્યો છે. તે અનુસાર ગયા 5 વર્ષોમાં હેમાની સંપત્તિ 34.46 કરોડ વધી છે. મથુરા સીટથી ફોર્મ ભરીને હેમાએ ચૂંટણી કમિશનને પોતાની કુલ સંપત્તિની એફિડેવિટ જમા કરાવી. આ સાથે છેલ્લા પાંચ વર્ષોના આવકવેરા રિટર્નથી માલુમ પડે છે કે હેમા અને તેમના પતિ ધર્મેન્દ્રએ દર વર્ષે 10 કરોડ રૂપિયા કમાયા છે. ઈનકમ ટેક્સ રિટર્નમાં હેમાએ 2013-14માં 15.93 લાખની આવક બતાવી છે કે જે 2017-18માં 1.19 કરોડથી વધુ થઈ ગઈ.

Hema malini

એફિડેવિટ અનુસાર વર્ષ 2014-15માં તેમની આવક 3.12 કરોડ રહી જ્યારે 2015-16માં તે 1.19 કરોડ થઈ ગઈ અને 2016-17માં 4.30 કરોડ થઈ ગઈ. એફિડેવિટ અનુસાર હેમાએ ગયા વર્ષે 9.87 કરોડની કમાણી કરી જ્યારે તેમના પતિ ધર્મેન્દ્રએ કુલ 9.73 કરોડની કમાણી કરી. એફિડેવિટ અનુસાર ધર્મેન્દ્રને ગાડીઓનો શોખ છે. હેમાની પાસે બે કાર છે 33.62 લાખની મર્સિડીઝ તેમણે 2011માં ખરીદી હતી જ્યારે વર્ષ 2005 માં તેમણે 4.5 લાખની ટોયોટા કાર ખરીદી હતી.

ધર્મેન્દ્રની કુલ આવક 123.85 કરોડ જોડવામાં આવી છે. વળી હેમા પર જ્યાં 6.75 કરોડ રૂપિયાનું દેવુ છે ત્યાં ધર્મેન્દ્ર પર 7.37 કરોડનું દેવુ છે. વિંટેજ કારનો શોખ રાખનાર ધર્મેન્દ્રએ આજ સુધી 1965માં માત્ર 7000 રૂપિયામાં ખરીદેલી પોતાની રેંજ રોવર પણ આજ સુધી વેચી નથી.

આ પણ વાંચોઃ આમ્રપાલીએ ફસાવ્યા ધોનીના 40 કરોડ, વસૂલી માટે સુપ્રીમ કોર્ટ પહોંચ્યા માહીઆ પણ વાંચોઃ આમ્રપાલીએ ફસાવ્યા ધોનીના 40 કરોડ, વસૂલી માટે સુપ્રીમ કોર્ટ પહોંચ્યા માહી

English summary
Hema malini is a millionaire says her affidavit to election commission
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X