• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

કોણ હતા IPS ઓફિસર હેમંત કરકરે, તેમણે કેવી રીતે ઉકેલ્યો માલેગાંવ બ્લાસ્ટ કેસ

|

26/11માં શહીદ થયેલા IPS ઓફિસર હેમંત કરકરે પર છેલ્લા ઘણા દિવસોથી ચર્ચા થવા લાગી છે. ચર્ચાનું કારણ છે મધ્ય પ્રદેશના ભોપાલથી ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી રહેલ પ્રજ્ઞાસિંહ ઠાકુર. પ્રજ્ઞાની માનીએ તો તેમણે આઈપીએસ ઓફિસર હેમંતને શ્રાપ આપ્યો હતો અને આતંકી હુમલામાં તેમની શહીદી આ શ્રાપનું જ પરિણામ હતી. પ્રજ્ઞા કે જે હાલમાં જામીન પર બહાર છે તે વર્ષ 2008માં થયેલા માલેગાંવ બ્લાસ્ટમાં પકડાઈ હતી. હેમંત, મહારાષ્ટ્રના એન્ટી ટેરરિઝમ સ્કવૉડ (એટીએસ)ના પ્રમુખ હતા જ્યારે તેમણે બ્લાસ્ટનો કેસ ઉકેલ્યો હતો. પ્રજ્ઞા ઠાકુર આ બ્લાસ્ટની શકમંદ છે.

શું હતો માલેગાંવ બ્લાસ્ટ

શું હતો માલેગાંવ બ્લાસ્ટ

29 સપ્ટેમ્બર 2008ના રોજ માલેગાંવમાં એક મોટરસાઈકલ પર બોમ્બ પ્લાન્ટ કરવામાં આવ્યો જે બ્લાસ્ટ થઈ ગયો. આ બ્લાસ્ટમાં છ લોકોના મોત થઈ ગયા હતા અને 101 જણ ઘાયલ થયા હતા. હુમલાના એક મહિનાની અંદર જ કરકરે અને તેમની સફળતા મળી જ્યારે બાઈકનો એન્જિન નંબર તેમને મળ્યો. આનાથી ટીમને ખબર પડીકે બાઈક પ્રજ્ઞા ઠાકુરના નામે રજિસ્ટર્ડ હતી. 24 ઓક્ટોબર 2008ના રોજ એટીએસે પ્રજ્ઞા ઠાકુર ઉપરાંત શિવ નારાયણ ગોપાલ સિંહ કાલસાંગરા અને શ્યામ ભંવરલાલ સાહુની ધરપકડ કરી.

એક મહિનામાં પકડાયા હતા 11 લોકો

એક મહિનામાં પકડાયા હતા 11 લોકો

એટીએસ મુજબ હુમલાનો એક આરોપી લેફ્ટનેન્ટ (રિટાયર્ડ) પ્રસાદ પુરોહિતે અભિનવ ભારત નામના સંગઠનને તૈયાર કરવામાં મહત્વની ભૂમિકા નિભાવી હતી. આનો હેતુ એક અલગ હિંદુ રાષ્ટ્રનું નિર્માણ કરવાનો હતો જેનું પોતાનુ એક બંધારણ હોય. પુરોહિતે જ બ્લાસ્ટમાં ઉપયોગ કરાયેલ આરડીએક્સ સપ્લાય કર્યો હતો. પાંચ નવેમ્બર 2008ના રોજ પુરોહિતની પણ ધરપકડ કરવામાં આવી હતી. ઓક્ટોબરથી નવેમ્બર 2008 સુધી કરકરેએ માલેગાંવ બ્લાસ્ટના અનુસંધાનમાં 11 લોકોની ધરપકડ કરી હતી. એટીએસની તપાસમાં એ દાવો કરવામાં આવ્યો હતો કે માલેગાંવની મુસલમાન વસ્તીને નુકશાન પહોંચાડવાના હેતુથી હિંદુ આતંકવાદી સંગઠનોએ આ હુમલાને અંજામ આપ્યો હતો. તે વખતે ભાજપ, આરએસએસ અને વિશ્વ હિંદુ પરિષદે એટીએસને આડેહાથ લીધા હતા.

NIA એ પ્રજ્ઞા ઠાકુરને આપી ક્લીન ચીટ

NIA એ પ્રજ્ઞા ઠાકુરને આપી ક્લીન ચીટ

એટીએસે ત્યારબાદ કેસમાં પકડાયેલા લોકો પર મહારાષ્ટ્ર કંટ્રોલ ઑફ ઑર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એક્ટ (મકોકા) હેઠળ કેસ કર્યો. ત્યારબાદ જ્યારે આ બ્લાસ્ટ સાથે ‘હિંદુ ટેરર' શબ્દનો ઉપયોગ થયો નવો વિવાદ પેદા થઈ ગયો. બાદમાં આ કેસને નેશનલ ઈનેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ) ને ટ્રાન્સફર કરી દેવામાં આવ્યો. 13 મે 2016ના રોજ NIAએ કેસમાં વધુ એક સપ્લીમેન્ટરી ચાર્જશીટ દાખલ કરી હતી. NIAએ કહ્યુ હતુ. કે કેસની તપાસ રાજ્ય ઑથોરિટીઝે યોગ્ય રીતે નહોતી કરી અને આ સાથે જ મકોકાને પણ હટાવવાની વાત કહેવામાં આવી. 27 ડિસેમ્બર 2017ના રોજ સ્પેશિયલ કોર્ટે મકોકા હટાવવાનો આદેશ આપ્યો. NIAએ પોતાની તપાસમાં ઠાકુરને ક્લીન ચીટ આપી દીધી હતી. જો કે NIA પર ત્યારબાદ સવાલ ઉઠવા શરૂ થઈ ગયા હતા.

મુંબઈ આતંકી હુમલાના શહીદ

મુંબઈ આતંકી હુમલાના શહીદ

26 નવેમ્બર 2008ના રોજ મુંબઈમાં થયેલા આતંકી હુમલામાં સીનિયર પોલિસ ઓફિસર કરકરે, અશોક કામ્ટે અને વિજય સાલસ્કર સાથે શહીદ થઈ ગયા હતા. હેમંત કરકરેને કામા હોસ્પિટલ બહાર આતંકીઓએ ગોળી મારી હતી. આઈપીએસ ઓફિસર કરકરે મધ્યપ્રદેશના રહેવાસી હતી. તેમણે મહારાષ્ટ્રના વર્ધાથી પોતાનો સ્કૂલનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. ત્યારબાદ વર્ષ 1975માં તેમણે નાગપુરથી મિકેનિકલ એન્જિનિયરીંગનો અભ્યાસ પૂરો કર્યો હતો. વર્ષ1982માં કરકરે ઈન્ડિયન પોલિસ સર્વિસ (આઈપીએસ) નો હિસ્સો બન્યા. ભારતની ઈન્ટેલીજન્સ એજન્સી રિચર્સ એન્ડ એનાલિસિસ વિંગ (રૉ) ના એજન્ટ તરીકે કરકરેએ ઓસ્ટ્રિયાના વિએના સ્થિત ઈન્ડિયન મિશનને પોતાની સેવાઓ આપી હતી.

અશોક ચક્રથી સમ્માનિત કરકરે

અશોક ચક્રથી સમ્માનિત કરકરે

વર્ષ 1991માં કરકરે મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં એસપી તરીકે પહોંચ્યા હતા. ચંદ્રપુર મહારાષ્ટ્રનો એ જિલ્લો છે જ્યાં આતંકવાદીઓ ઘણા સક્રિય હતા. કરકરે મુંબઈની ક્રાઈમ બ્રાંચમાં પણ થોડા દિવસો પોતાની સેવાઓ આપી હતી. એટીએસ ચીફ બનતા પહેલા કરકરે મુંબઈ પોલિસમાં જોઈન્ટ પોલિસ કમિશ્નર પણ તૈનાત રહ્યા હતા. કરકરેના નજીકના લોકો તેમને એક મહેનતી અને સંપૂર્ણપણે ફરજ માટે સમર્પિત રહેતા અધિકારી માને છે. કરકરેને શાંતિ માટે અપાતા દેશના સર્વોચ્ચ અશોક ચક્રથી સમ્માનિત કરવામાં આવ્યા હતા. પ્રજ્ઞા ઠાકુર કોંગ્રેસના દિગ્વિજય સિંહ સામે ઉમેદવાર છે. પ્રજ્ઞાએ વિવાદ વધતો જોઈને પોતાનું નિવેદન પાછુ લીધુ છે. તેમનુ કહેવુ છે કે આ તેમનું વ્યક્તિગત દુઃખ હતુ. તેમના પક્ષે તેમના નિવેદનથી પોતાને લેવાદેવા નથી તેમ કહી દીધુ હતુ.

આ પણ વાંચોઃ નકલી રિંગ આપીને અભિષેકે 12 વર્ષ પહેલા ઐશ્વર્યા રાયને બનાવી બચ્ચન વહુ, ફોટા વાયરલઆ પણ વાંચોઃ નકલી રિંગ આપીને અભિષેકે 12 વર્ષ પહેલા ઐશ્વર્યા રાયને બનાવી બચ્ચન વહુ, ફોટા વાયરલ

English summary
Hemant Karkare who is a 26/11 martyred and the main officer who cracked 2008 Malegaon case.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X