શપથ લેતા પહેલા જ શહિદ અગ્નિવીર માટે હેમંત સોરેન સરકારની મોટી જાહેરાત
ઝારખંડની હેમંત સોરેન સરકાર શપથ ગ્રહણ સાથે જ એક્શનમાં આવી ગઈ છે. સરકારે શપથ ગ્રહણ સમારોહ પહેલા જ શહિદ અગ્નિવીર માટે મોટી જાહેરાત કરી દીધી છે.
હેમંત સોરેન સરકારે મોટો નિર્ણય લેતા ઝારખંડના શહિદ અગ્નિવીર અર્જુન મહતોને 10 લાખ રૂપિયા આપવાની જાહેર કરી છે.

ઝારખંડ સરકારે અર્જુન મહતોના પરિવારને 10 લાખ રૂપિયાની એક્સ-ગ્રેશિયા રકમ આપવાનો નિર્ણય કર્યો લીધો. હેમંત સોરેન સરકારે શહીદ અગ્રિવારના ભાઈ બલરામ મહતોને અનુકંપાનાં ધોરણે નોકરી આપવાની પણ જાહેરાત કરી છે.
આદેશ બાદ રાજ્યના ગૃહ વિભાગે બોકારોના ડેપ્યુટી કમિશનરને પ્રક્રિયા ઝડપી બનાવવાનો નિર્દેશ આપ્યો છે. બોકારો જિલ્લાના ચંદનક્યારી પોલીસ સ્ટેશન હેઠળના ફતેહપુરના રહેવાસી અર્જુન મહતોએ 21-22 નવેમ્બરના રોજ આસામના સિલચર જિલ્લામાં એન્કાઉન્ટર દરમિયાન જીવ ગુમાવ્યો હતો. તેમના નશ્વર અવશેષો બીજા દિવસે સાંજે તેમના વતન પહોંચ્યા હતા.
જણાવી દઈએ કે, આ વળતર મુખ્યમંત્રી હેમંત સોરેનના ગૃહ વિભાગ દ્વારા 9 સપ્ટેમ્બરના પ્રસ્તાવને અનુરૂપ છે, જેમાં રાજ્યએ સર્વોચ્ચ બલિદાનના કિસ્સામાં અગ્નિવીરોને પર્યાપ્ત સહાયનું વચન આપ્યું હતું.
અહીં તમને એ પણ જણાવી દઈએ કે, હેમંત સોરેન અગ્નિવીર યોજનાના વિરોધમાં રહ્યા છે. હેમંત સોરેને અગાઉ રાજ્યના અગ્નિવીરોને સેવા પૂર્ણ કર્યા પછી રોજગાર મેળવવામાં સહાયની ખાતરી આપી હતી. કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરાયેલી યોજના તેના ટૂંકા ગાળાના કારણે ભારે વિરોધનો સામનો કરી રહી છે.












Click it and Unblock the Notifications
