મુખ્યમંત્રી પદની શપથ લેતા પહેલા હેમંત સોરને મમતા બેનરજી સાથે મુલાકાત કરી
મુખ્યમંત્રી પદની શપથ લેતા પહેલા હેમંત સોરને મમતા બેનરજી સાથે મુલાકાત કરી
નવી દિલ્હીઃ ઝારખંડના મુખ્યમંત્રી પદના શપથ લેતા પહેલા હેમંત સોરેને શનિવારે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી સાથે મુલાકાત કરી. જણાવી દઈએ કે મમતા બેનરજી આજે હેમંત સોરેનના શપથ ગ્રહણ સમારોહમાં ભાગે લેવા માટે ઝારખંડની રાજધાની રાંચી પહોંચ્યાં. મમતા બેનરજી ઉપરાંત દ્રવિડ મુન્નેત્ર કઝગ્ગમના મુખિયા એમકે સ્ટાલિન પણ શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લેવા માટે પહોંચ્યા છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પણ શપથ ગ્રહણમાં ભાગ લેશે. આ ઉપરાંત પ્રિયંકા ગાંધી, પ્રણવ મુખરજી, પી ચિદમ્બરમ, શરદ પવાર, તેજસ્વી યાદવ, અખિલેશ યાદવ સહિત કેટલાય નેતા ઝારખંડ મુક્તિ મોર્ચાના નેતા હેમંત સોરેનના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે.

આ સમારોહમાં 14 રાજનૈતિક દળ હાજર રહેશે. તેમના સિવાય આ સમારોહમાં પૂર્વ પ્રેસિડેન્ટ પ્રણવ મુખરજી, રાહુલ ગાંધી સહિત 30 મોટા નેટા કાર્યક્રમમાં હાજરી આપશે. સમારોહ માટે દેશના મોટા નેતાઓ, ઉદ્યોગપતિઓ અને હસ્તીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. જણાવી દઈએ કે હેમંત સોરેન બીજીવાર મુખ્યમંત્રી પદના શપથ લેશે. અગાઉ હેમંતે જુલાઈ 2013માં મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. જેએમએમ-રાજદ-કોંગ્રેસની સાથે મળી તેમણે એક વર્ષ પાંચ મહિના અને પંદર દિવસ સુધી સરકાર ચલાવી હતી.
ઉલ્લેખનીય છે કે ઝારખંડ વિધાનસભા ચૂ્ંટણીમાં આરજેડી અને કોંગ્રેસની સાથે મળી હેમંત સોરેનની ઝારખંડ મુક્તિ મોર્ચા પાર્ટીએ ચૂંટણી લડી હતી. ચૂંટણી પરિણામમાં હેમંત સોરેનના ગઠબંધને ઝારખંડ વિધાનસભાની 81 સીટમાંથી 47 સીટ પર જીત હાંસલ કરી સરકાર બનાવવા બહુમત હાંસલ કર્યું છે. જ્યારે આ હેમંત સોરેન મહાગઠબંધનની વિરોધી પાર્ટી ભારતીય જનતા પાર્ટીએ એકલા જ ચૂંટણી લડી અને માત્ર 25 સીટ જ જીતી શકી. જ્યારે પાછલા પાંચ વર્ષથી ઝારખંડમાં ભાજપના મુખ્યમંત્રી રઘુવર દાસે જ અહીંની સત્તા સંભાળી હતી.
-
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા










Click it and Unblock the Notifications
