EDના સમન બાદ હેમંત સોરેનનો વળતો પ્રહાર, કહ્યું-હું ડર્યો નથી, આનો જવાબ આપીશું!

ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનને EDએ સમન જારી કર્યુ છે. મુખ્યમંત્રી હેમંત સોરેનને સમન મળ્યા બાદ હવે તેઓએ બીજેપી પર વળતો પ્રહાર કર્યો છે.

ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનને EDએ સમન જારી કર્યુ છે. મુખ્યમંત્રી હેમંત સોરેનને સમન મળ્યા બાદ હવે તેઓએ બીજેપી પર વળતો પ્રહાર કર્યો છે. હેમંત સોરેને કહ્યું કે, વિપક્ષની માંગ પર રાજ્યમાં ઈડીની તપાસ ચાલી રહી છે. મને પણ તબલ કરવામાં આવ્યો છે. હું ડર્યો નથી. તેમણે એ દેખાડવાની કોશિશ કરી છે કે ઈડી કેટલી તાકતવર છે. તેમણે કહ્યું કે જો સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને તલબ કરી શકાય તો સીએમ હેમંત સોરેનને પણ. અમે તેનો જવાબ આપીશું. આ એક ષડયંત્ર છે.

Hemant Soren

તમને જણાવી દઈએ કે હેમંત સોરેનની 3 નવેમ્બરે ઈડી પુછપરછ કરશે. ઈડીએ હેમંત સોરેનને સવારે 11.30 કલાકે ઓફિસમાં હાજર થવા કહ્યું છે. તેમણે આ મુદ્દે ડીજીપીને પત્ર પણ લખ્યો છે. આ પત્રમાં તેમણે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવા રહ્યું છે.

હેમંત સોરેનને સમનનું મુખ્ય કારણ તેમના નજીકના સાથી અને ઝારખંડ મુક્તિ મોરચાના નેતા પંકજ મિશ્રા છે. મિશ્રાની પ્રિવેન્શન ઑફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ ગેરકાયદેસર ખનન કેસમાં ધરપકડ કરવામાં આવી છે. તેમના પર ગેરકાયદે માઈનિંગ કેસમાં સંડોવાઈને કરોડોની સંપત્તિ હસ્તગત કરવાનો આરોપ છે.

હેમંત સોરેન પહેલેથી જ ઓફિસ ઓફ પ્રોફિટના આરોપોથી ઘેરાયેલા છે. હવે EDની પૂછપરછ તેમના માટે નવી મુશ્કેલી છે. ED ખનન કૌભાંડમાં મની લોન્ડરિંગની તપાસ કરી રહી છે અને આ વર્ષે જ માર્ચમાં પંકજ મિશ્રા વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો, ત્યારબાદ તેના નજીકના સહયોગીઓ અને તેમના ઘરો અને ઓફિસો પર દરોડા પાડવામાં આવ્યા હતા. જે બાદ 19 જુલાઈએ પંકજ મિશ્રાની ધરપકડ કરવામાં આવી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X