For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આવું હશે ભગવાન રામનું મંદિર, બનતા પહેલાં સરકારે તસવીરો જાહેર કરી

આવું હશે ભગવાન રામનું મંદિર, બનતા પહેલાં સરકારે તસવીરો જાહેર કરી

|
Google Oneindia Gujarati News

અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે થઈ રહેલ ભૂમિ પૂજન પહેલા સરકારે રામ મંદિરની ડેમો તસવીરો જાહેર કરી છે. બન્યા બાદ અયોધ્યાનું રામ મંદિર કંઈક આવું દેખાશે. અયોધ્યામાં બુધવારે રામજન્ભૂમિ સ્થળ પર મંદિર નિર્માણ પહેલા ભૂમિ પૂજનનો એક મોટો કાર્યક્રમ થઈ રહ્યો છે, જ્યાં મંદિરનું શિલાન્યાસ થનાર છે. ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ કાર્યક્રમમાં સામેલ થવા અયોધ્યા જઈ રહ્યા છે. પીએમ મોદી મંદિરના પાયાની ઈટ રાખશે.

સરકારે રામ મંદિરની તસવીરો જાહેર કરી

સરકારે રામ મંદિરની તસવીરો જાહેર કરી

આ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદી અયોધ્યામાં ત્રણ કલાક વિતાવશે. તેની પહેલા સોમવારે અયોધ્યાના હનુમાનગઢી મંદિરના પુજારી તરફથી કહેવાાં આવ્યું હતું કે પીએમ મોદી જન્મભૂમિ પર જતા પહેલા જહનુમાનગઢી પર પણ પૂજા કરવા જશે. કેમ કે એવી માન્યતા છે કે ભગવાન હનુમાનના આશિર્વાદ વિના ભગવાન રામના કોઈ કામ શરૂ ના થાય, એવામાં પીએમ મોદી પહેલા ભગવાન હનુમાનની પુજા કરી આશિર્વાદ લેશે, જે બાદ તેઓ ભૂમિ પૂજન માટે જશે. પીએમ મોદી ભૂમિ પૂજનમાં મંદિર નિર્માણ માટે 40 કિલો ચાંદીની ઈંટ આધારશિલાના રૂપમાં રાખશે. પૂજા માટે ધાર્મિક અનુષ્ઠામ સોમવારથી જ શરૂ થઈ ચૂક્યા છે.

175 પ્રતિષ્ઠિત અતિથિઓને આમંત્રિણ

175 પ્રતિષ્ઠિત અતિથિઓને આમંત્રિણ

શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે સોમવારે કહ્યું કે અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે થનાર ભૂમિ પૂજન કાર્યક્રમ માટે 175 પ્રતિષ્ઠિત અતિથિઓને આમંત્રિત કરવામાં આવ્યા છે. ટ્રસ્ટે જણાવ્યું હતું કે ભૂમિ પૂજનના કાર્યક્રમ માટે કુલ 175 લોકોને આમંત્રણ પત્ર મોકલ્યા છે, જેમાં વિવિધ આધ્યાત્મિક પરંપરાઓથી આવતા 135 સંત સામેલ છે. સ્ટેજ પર પીએમ ઉપરાંત અન્ય પાંચ લોકો જ ઉપસ્થિત રહેશે.

ભક્તિ લોક ગીતો

ભક્તિ લોક ગીતો

ભૂમિ પુૂજન કાર્યક્રમ પહેલા અવધના ગામોમાં રામ અને અયોધ્યાના ગુણગાન કરતા ભક્તિ લોક ગીતો શરૂ થઈ ચૂક્યા છે. અયોધ્યામાં ઠેર ઠેર ભક્તિ ગીતો સંભળાઈ શકે તેમ છે. પ્રસિદ્ધ લોક ગાયક રામ કૈલાશ યાદવના અવાજના જાદૂથી સજેલ ‘રામ લખન જબ આયે નગર મેં હો, પૂછન લાગીં સબ નારી, સીતા રામ સે ભજૌ' પ્રમુખતાથી ગાવામાં આવી રહ્યું છે. પ્રતાપગઢ જિલ્લામાં દરેક જગ્યાએ આ ગીત સંભળવા મળી રહ્યું છે.

ઘરે ઘરે વાગી રહ્યાં છે ભજન

ઘરે ઘરે વાગી રહ્યાં છે ભજન

આ સમયે ‘જય જય ગગન ધુન છાયી હો, રામ આયે અવધ મેં' ભજનની ધૂમ છે. અયોધ્યાની ગલીઓ અને ગામોથી પસાર થતી વખતે હંમેશા આ ગીત સાંભળવા મળે છે અને હાલ અયોધ્યાના દરેક ઘરમાં ભજન ભક્તિના ગીતો સંભળાઈ રહ્યાં છે.

દેશની બધી નદીઓનું જળ મંગાવાશે

દેશની બધી નદીઓનું જળ મંગાવાશે

જણાવી દઈએ કે ભૂમિપૂજન માટે દેશની સંપૂર્ણ નદીઓનું જળ મંગાવવામાં આવ્યું છે. અનેક લોકો માનસરોવરનું જળ પણ લાવ્યા છે. રામેશ્વર અને શ્રીલંકાથી પણ સમુદ્રનુ્ુ જળ લાવવામાં આવ્યું છે. લગભગ 2000 સ્થળોથી જળ અને માટી લાવવામાં આવી છે. તેમણે જણાવ્યું કે ઓરિજનલ ડ્રાઈંગના આધારે જ મંદિરનું નિર્માણ થશે.

રામાર્ચન પૂજા શરૂ થઈ ગઈ છે

રામાર્ચન પૂજા શરૂ થઈ ગઈ છે

મંગળવારે રામાર્ચન પૂજા શરૂ થઈ ગઈ છે. રામાર્ચન પૂજા તમામ પ્રમુખ દેવી અને દેવતાઓ પધારતા પહેલા આમંત્રણ આપવા માટે કરાતી પૂજા છે. આ પૂજાને કેટલાય તબક્કામાં કરાય છે. પહેલા તબક્કામાં રામ ઉપરાંત અન્ય દેવી દેવતાઓની પૂજા કરવામાં આવી છે. બીજા તબક્કામાં અયોધ્યાની પૂજા થશે. આ ઉપરાંત નલ-નીલ, સુગ્રીવની પૂજા થશે. ત્રીજા તબક્કામાં દશરથ, તેમની રાણીઓ, રામના બધા ભાઈઓ અને તેમની પત્નીઓની પણ પૂજા કરાશે અને અંતમાં ભગવાન રામનું અહ્વાન કરાશે.

અયોધ્યામાં રામ મંદિર ભૂમિ પૂજન વખતે પીએમ નરેન્દ્ર મોદીનુ આખુ શિડ્યુલ જાણો અહીંઅયોધ્યામાં રામ મંદિર ભૂમિ પૂજન વખતે પીએમ નરેન્દ્ર મોદીનુ આખુ શિડ્યુલ જાણો અહીં

English summary
here is how ram mandir will look like, government releases demo pics
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X