Social Distancing: જાણો શું છે આનો મતલબ, તમને કોરોનાવાઈરસના ખતરાથી બચાવી શકે છે

Social Distancing: જાણો શું છે આનો મતલબ, તમને કોરોનાવાઈરસના ખતરાથી બચાવી શકે છે

નવી દિલ્હીઃ ભારત સહિત દુનિયા હાલ કોરોનાવાઈરસનો સામનો કરી રહી છે. આ દરમિયાન સોશિયલ ડિસ્ટેન્સિંગ એટલે કે સામાજીક રીતે દૂરીની ચર્ચા ખુબ થઈ રહી છે. સોશિયલ ડિસ્ટેંસિંગ અપનાવવાનું એટલા માટે કહેવાય ચે કે તેજીથી ફેલી રહેલ આ વાયરસના સંક્રમણને રોકી શકાય. જણાવી દઈએ કે કોરોનાવાઈરસથી અત્યાર સુધી દુનિયામાં સાત હજારથી વધુ લોકોના મોત થયાં છે. જ્યારે સંક્રમિત લોકોની સંખ્યા 1 લાખ 70 હજારથી વધી ગઈ છે. એવામાં સામાજીક દૂરી આ ખતરાને રોકવામાં કારગર સાબિત થઈ શકે છે.

social destancing

શું છે સોશિયલ ડિસ્ટેંસિંગ?

ઈન્ફેક્શન ઓછો ફેલાયો અને આ બીમારી પર રોક લગાવી શકે, આના માટે એક બીજાથી ઓછો સંપર્ક રાખવાને જ સોશિયલ ડિસ્ટેંસિંગ કહેવાય ચે. જેનો સીધો મતલબ એ છે કે ઘણા લોકો કોઈ એક સ્થળે એકઠા ના થાય. કોઈ ઈમારત બંધ કરી દેવી, ઘરમાં બંધ થઈ કોઈ સાર્વજનિક કાર્યક્રમ ટાળવો પણ આનો જ એક ભાગ છે. કોરોનાવાઈરસ પર રોક લગાવવા માટે સોશિયલ ડિસ્ટેંસિંગ બહુ જરૂરી છે. સોશિયલ ડિસ્ટેંસિંગ જ વ્યવહારમાં એ પરિવર્તન કરવો છે, જેનાથી વાયરસ ફેલાવવાથી રોકી શકાય છે.

એકબીજા સાથેનો સંપર્ક ઘટાડી દેવાથી સંક્રમણને ફેલાતા રોકી શકાય છે. સૌથી જરૂરી છે કે કોઈ સાર્વજનિક સ્થળ પર ના જવું. સામાજિક સમારોહમાં જવાથી બચો, ખાસ કરીને એવી જગ્યા પર જ્યાં વિશાળ સંખ્યામાં ભીડ એકઠી થી હોય. આ વાતોનું ધ્યાન રાખી તમે સોશિયલ ડિસ્ટેંસિંગનો અમલ લાવી શકો છો. સાથે જ સોશિયલ ડિસ્ટેંસિંગ માટે જો શક્ય હોય તો જરૂર વિના ઘરની બહાર ના નિકળવું.

સોશિયલ ડિસ્ટેંસિંગ માટે જરૂરી વાતો

  • સમૂહમાં સામેલ ના થવું
  • અન્ય કોઈના ઘરે ના જવું
  • પાર્ટી ના કરવી કે કોઈ સાથે રમવું નહિ
  • કોન્સર્ટમાં જવાનું ટાળવું
  • થિયેટર કે પાર્કમાં જવાનું ટાળવું
  • ભીડ થતી હોય તેવા રિટેલ શોપ પર ન જવું.
  • શક્ય હોય તો ઘરે બિનજરૂરી કામ ના કરાવવા.
  • મુસાફરી ટાળવી.
  • પૂજા પાઠ કરવા મંદિર મસ્જિદ વગેરે જવાનું ટાળવું.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X