For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોંગ્રેસ-જેડીએસનો માસ્ટર સ્ટ્રોક, મુશ્કેલ બનાવશે ભાજપનો માર્ગ

સુપ્રિમ કોર્ટે આજે સાંજે 4 વાગે ફ્લોર ટેસ્ટ કરાવવાનો નિર્ણય આપ્યો તો કોંગ્રેસ-જેડીએસે આ શપથપત્રને કોર્ટમાં રજૂ નહિ કરવાનો નિર્ણય લીધો છે. બંને પક્ષો કોર્ટમાં ધારાસભ્યોનું સમર્થનપત્ર રજૂ નહિ કરે.

|
Google Oneindia Gujarati News

કર્ણાટકમાં આજે સાંજે 4 વાગે થનારા મહત્વના ફ્લોર ટેસ્ટ પહેલા મોટી વાત સામે આવી છે. વાસ્તવમાં આજે થનારા ફ્લોર ટેસ્ટ પહેલા કોંગ્રેસ-જેડીએસ કોર્ટમાં 116 ધારાસભ્યોનું સમર્થનવાળો પત્ર આપવાની તૈયારી કરી રહ્યા હતા, પરંતુ જ્યારે સુપ્રિમ કોર્ટે આજે સાંજે 4 વાગે ફ્લોર ટેસ્ટ કરાવવાનો નિર્ણય આપ્યો તો કોંગ્રેસ-જેડીએસે આ શપથપત્રને કોર્ટમાં રજૂ નહિ કરવાનો નિર્ણય લીધો છે. બંને પક્ષોના વરિષ્ઠ નેતાઓએ આ વાતનો નિર્ણય લીધો છે કે તે કોર્ટમાં ધારાસભ્યોનું સમર્થનપત્ર રજૂ નહિ કરે.

એફિડેવિટ નથી દાખલ કરી

એફિડેવિટ નથી દાખલ કરી

ધ ક્વિંટના સમાચાર મુજબ આ પહેલા 18 મે ના રોજ કોંગ્રેસ-જેડીએસના નેતા ધારાસભ્યોનું શપથપત્ર કોર્ટમાં રજૂ કરવાની તૈયારી કરી રહ્યા હતા પરંતુ જ્યારે કોર્ટે 19 મે ના રોજ ફ્લોર ટેસ્ટનો આદેશ આપ્યો તો આ શપથપત્રને કોર્ટમાં રજૂ નહિ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોવા જેવી વાત એ છે કે ભાજપના વકીલ મુકુલ રોહતગીએ કોર્ટમાં ઘણી વાર બહુમત સાબિત કરવા માટે વધુ સમય માંગ્યો તેમછતાં કોર્ટે ફ્લોર ટેસ્ટ કરાવવા માટે 19 ફેબ્રુઆરી સાંજે 4 વાગ્યાનો સમય નક્કી કર્યો. સુપ્રિમ કોર્ટના આદેશ અનુસાર જેડીએસ-કોંગ્રેસને છ સપ્તાહનો સમય આપવામાં આવ્યો છે કે તે કાઉન્ટર એફિડેવિટને કોર્ટમાં ફાઈલ કરે અને જો તે ઈચ્છે તો તેના ચાર સપ્તાહ બાદ ફરીથી એફિડેવિટ દાખલ કરી શકે છે.

યેદિયુરપ્પાના વિરોધમાં ગઈ હતી કોંગ્રેસ-જેડીએસ

યેદિયુરપ્પાના વિરોધમાં ગઈ હતી કોંગ્રેસ-જેડીએસ

સૂત્રોની માનીએ તો 116 ધારાસભ્યોના શપથપત્રમાં કોંગ્રેસ ધારાસભ્ય આનંદસિંહ શામેલ નથી. જો કે સમાચાર અનુસાર તે 17 મે થી ગાયબ છે અને કોંગ્રેસના સંપર્કમાં નથી. તમને જણાવી દઈએ કે 17 મે ના રોજ રાતે સુપ્રિમ કોર્ટની સુનાવણી દરમિયાન કોર્ટે યેદિયુરપ્પા સરકારના શપથગ્રહણ પર રોક લગાવવાનો ઈનકાર કરી દીધો હતો. કોંગ્રેસે કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળાએ ભાજપને સરકાર બનાવવાનું આમંત્રણ આપવાના નિર્ણયના વિરોધમાં સુપ્રિમ કોર્ટમાં યાચિકા દાખલ કરી હતી.

શું સાબિત થશે માસ્ટર સ્ટ્રોક

શું સાબિત થશે માસ્ટર સ્ટ્રોક

જે રીતે કોંગ્રેસ-જેડીએસે કોર્ટમાં ધારાસભ્યોને સમર્થનપત્ર દાખલ નહિ કરવાનો નિર્ણય લીધો છે તે બાદ માનવામાં આવી રહ્યુ છે કે આ એક માસ્ટર સ્ટ્રોક સાબિત થઈ શકે છે. પરંતુ જો કોઈ પણ ધારાસભ્ય પોતાનું સમર્થન ન આપે તો તે દળ બદલુ કાયદા હેઠળ અયોગ્ય ગણાશે. એવામાં જો આ એફિડેવિટ કોર્ટમાં દાખલ કરવામાં આવે તો ભાજપને ધારાસભ્યોનું ખરીદ-વેચાણ કરવામાં મુશ્કેલી પડી શકે છે. પરંતુ ફ્લોર ટેસ્ટ આગામી 24 કલાકની અંદર કરાવવાના આદેશ બાદ આ એફિડેવિટ રજૂ નહિ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો.

છેવટે કેવી રીતે ભાજપ સાબિત કરશે બહુમત

છેવટે કેવી રીતે ભાજપ સાબિત કરશે બહુમત

આ બધા વચ્ચે મોટો સવાલ એ છે કે છેવટે ભાજપ કેવી રીતે પૂર્ણ બહુમતનો દાવો કરી રહી છે. વાસ્તવમાં ભાજપને બહુમત સાબિત કરવા માટે 111 ધારાસભ્યોની જરૂર છે. માનવામાં આવી રહ્યુ છે કે ભાજપ 2008ના પોતાના ઓપરેશન લોટસને એક્શનમાં લાવી શકે છે જે અંતર્ગત તે વિપક્ષના 14 ધારાસભ્યોને ફ્લોર ટેસ્ટ દરમિયાન વોટિંગથી દૂર રાખવાની કોશિશ કરશે. જેનાથી વિધાનસભામાં કુલ ધારાસભ્યોની સંખ્યા 207 સુધી પહોંચી જશે. એવામાં જો 14 ધારાસભ્યોને વોટિંગ કરવાથી રોકવામાં આવે તો ભાજપને પૂર્ણ બહુમત માટે 104 સીટોની જરૂર પડશે જે તેની પાસે છે.

English summary
here is the masterstroke of congress jds ahead of karnataka floor test
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X