For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હરિયાણાઃ BJP અને JJP વચ્ચે કરાર, જાણો અંદરની 10 મોટી વાતો

હરિયાણાઃ BJP અને JJP વચ્ચે કરાર, જાણો અંદરની 10 મોટી વાતો

|
Google Oneindia Gujarati News

હરિયાણામાં નવા નેતા તરીકે દુષ્યંત ચૌટાલા ઉભરી આવ્યા છે. સવાલ એ છે કે દેવીલાલનના વારસાનો અસલી વારસદાર કોણ છે? હાલની ચૂંટણીમાં INLDના જે હાલ થયા છે અને જનનાયક જનતા પાર્ટી જેવી રીતે નવી તાકાત બનીને ઉભરી આવી છે, તેને જોતા માનવામાં આવી રહ્યું છે કે દેવીલાલનો વારસો તેમના જ હાથોમાં છે. આ સમગ્ર રાજનીતિમાં જેજેપી એક નવી તાકાત અને દુષ્યંત ચૌટાલા એક નવા નેતા તરીકે ઉભરી આવ્યા છે. હવે આ સ્પષ્ટ થઈ ગયું છે કે હવે દેવીલાલનો વારસો તેમના હાથમાં છે. શુક્રવારે સવારે દુષ્યંત ચૌટાલાને ધારાસભ્યોએ પોતાના નેતા ચૂંટ્યા. જે બાદ દુષ્યંત તિહાર જેલમાં બંધ પોતાના પિતા અજય ચૌટાલાને મળ્યા.

bjp

દુષ્યંત અગાઉ આઈએનએલડીની ટિકિટ પર હિસારથી સાંસદ રહી ચૂક્યા છે. પરંતુ 2018ની ટૂટ બાદ તેમણે જનનાયક જનતા પાર્ટીની રચના કરી. તેમને જમીની નેતા માનવામાં આવે છે જેમનો લોકો અને કાર્યકર્તાઓ સાથે સીધો સંપર્ક છે. દુષ્યંતની પાર્ટીને 15 ટકા વોટ મળ્યા છે, જેમાં મોટી તાદાતમાં યુવાઓના વોટ સામેલ માનવામાં આવી રહ્યા છે. જો કે હરિયાણાની હાલની રાજનીતિમાં 10 ધારાસભ્યો સાથે પોતાનું પહેલું પગલું નક્કી કરવું દુષ્યંત માટે સહેલું નથી. જેજેપીના સમર્થન બાદ હરિયાણાની વિધાનસભામાં ભાજપ ગઠબંધન પાસે કુલ 59 સીટ થઈ જશે જે બહુમતથી ક્યાંય વધુ છે.

10 મોટી વાત

  • શુક્રવારે રાત્રે 9.30 વાગ્યાની આસપાસ ભાજપ અમિત શાહ સાથે મનોહર લાલ ખટ્ટર અને દુષ્યંત ચૌટાલાને લઈ આવ્યું અને સ્પષ્ટ કર્યું કે હરિયાણાના જનાદેશ મુજબ ભાજપ અને જેજેપી મળીને સરકાર બનાવશે. નાયબ મુખ્યમંત્રી જેજેપીના હશે.
  • જો કે સવારથી રાજકીય ગરમાવો ચાલતો રહ્યો. પહેલા ભાજપે 8 અપક્ષ ધારાસભ્યોનું સમર્થન હોવાનું એલાન કર્યું હતું.
  • પછી ગોપાલ કાંડા પર કિરકિરી થતાં કાંડાના સમર્થનથી પાછીપેની કરતી જોવા મળી અને અંતમાં જેજેપી સાથે જવાનો ફેસલો કર્યો.
  • દુષ્યંત ચૌટાલાએ કહ્યું કે રાષ્ટ્રીય કાર્યકારિણીએ મને અધિકૃત કર્યો છે, 'કૉમન મિનિમમ પ્રોગ્રામ' અંતર્ગત વૃદ્ધ પેંશન અને બીજી માંગો પર જે દળ સહમત હશે તેની સાથે જેજેપી જશે અને સરકાર બનાવવામાં મદદ કરશે.
  • ચૌટાલાએ કહ્યું કે અમે હરિયાણાને આગળ લઈ જવા માટે અમે પૉઝિટિવ છીએ. ક્રાઈમ કંટ્રોલ થાય. યુવાઓને રોજગારી અમારી પ્રાથમિકતા છે. યુવાઓને રોજગાર અને પેંશન પણ અમારી પ્રાથમિકતા છે.
  • દુષ્યંત ચૌટાલાએ એમ પણ કહ્યં કે બહારથી સમર્થનનો તો કોઈ મતલબ જ નથી. જો કોઈ પાર્ટીને સપોર્ટ કરશે તો સરકારમાં અંદર રહેશે.
  • અગાઉ મોડી સાંડે બેઠકોનો સિલસિલો ચાલ્યો હતો. અમિત શાહના ઘરે પહેલા ભાજપી નેતા બેઠા અને પછી અનુરાગ ઠાકુર સાથે દુષ્યંત ચૌટાલા આવ્યા.
  • જેજેપીએ સરકારમાં સામેલ થવાની પોતાની શરત પહેલાથી જ રાખી હતી કે નાયબ મુખઅયમંત્રી પદ સહિત ત્રણ મંત્રી પદ જોઈએ. ભાજપે આ માંગ માની લીધી.
  • ભાજપે કહ્યું કે અપક્ષ ધારાસભ્યો પણ તેમની સાથે રહેશે. પરંતુ એ ન જણાવ્યું કે ગોપાલ કાંડાનું શું થશે.

આ પણ વાંચો- હરિયાણામાં ભાજપ-JJPની સરકાર, ચૌટાલાની પાર્ટીના ડેપ્યૂટી સીએમ

English summary
here is why bjp agreed to form government with jjp, settlement between bjp and jjp
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X