For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

CWC 2019: ઈંગ્લેન્ડ સામેની મેચમાં ટીમ ઈન્ડિયા ભગવા રંગની જર્સી પહેરશે, જાણો શું છે કારણ

CWC 2019: ઈંગ્લેન્ડ સામેની મેચમાં ટીમ ઈન્ડિયા ભગવા રંગની જર્સી પહેરશે, જાણો શું છે કારણ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ વર્લ્ડ કપ 2019માં 30 જૂને ભારતનો મુકાબલો ઈંગ્લેન્ડ સામે થનાર છે. આ મેચમાં ટીમ ઈન્ડિયા પોતાની પરંપરાગત બ્લૂ જર્સીને બદલે ઓરેન્જ એટલે કે ભગવા રંગની જર્સી પહેરીને રમતા જોવા મળશે. જ્યારે મેજબાન ઈંગ્લેન્ડ બ્લૂ જર્સીમાં રમતા જોવા મળશે અને તેમની પાસે આ જર્સીમાં જ આગળ પણ રમતા રહેવાનો અધિકાર છે. જણાવી દઈએ કે આ નિયમ 'હોમ ઓર અવે' એટલે કે ઘર અથવા બહાર થતા મુકાબલાને ધ્યાનમાં રાખી બનાવવામાં આવ્યો છે જેને કારણે કોઈપણ ટીમને બે રંગની જર્સી સાથે રાખવાનો અધિકાર છે.

ભગવા જર્સીમાં ટીમ ઈન્ડિયા

ભગવા જર્સીમાં ટીમ ઈન્ડિયા

ઉલ્લેખનીય છે કે ફુટબોલમાં પણ એવા જ નિયમ અપનાવવામાં આવે છે. ઈંડિયા ટુડે દ્વારા કરવામાં આવેલ પુષ્ટિ મુજબ વિરાટ કોહલી એન્ડ કંપની ઈંગ્લેન્ડ વિરુદ્ધની મેચમાં ઓરેન્જ જર્સી પહેરીને મેદાનમાં ઉતરશે. માનવામાં આવી રહ્યું છે કે આ નવી જર્સીના કોલરમાં તમને ભારતીય ટીમના પરંપરાગત બ્લૂ રંગની ઝલક જોવા મળશે.

આવી જર્સી હોય શકે

આવી જર્સી હોય શકે

આઈસીસીએ પોતાના એક નિવેદનમાં કહ્યું કે ટીવી પર પ્રસારિત થતી આઈસીસી ઈવેન્ટ્સમાં ભાગીદારી કરનાર ટીમ પાસે બે રંગની જર્સી હશે, જો કે મેજબાન દેશ ઈચ્છે તો કોઈ એક રંગની જર્સી ઉપયોગ કરી શકે છે અને જો તેઓ આવું કરે છે તો પછી તેને પૂરી પ્રતિયોગિતા સુધી પહેરી રાખશે. આઈસીસીએ આ ઉપરાંત એમ પણ જણાવ્યું કે ટીમને સૂચના આપી દેવામાં આવશે કે તેમણે કઈ મેચમાં કઈ જર્સી પહેરવાની છે.

આ કારણે ઈંગ્લેન્ડ સામે ભગવા રંગની જર્સી પહેરશે ભારતીય ટીમ

આ કારણે ઈંગ્લેન્ડ સામે ભગવા રંગની જર્સી પહેરશે ભારતીય ટીમ

ઉલ્લેખનીય છે કે વર્લ્ડ કપમાં 2 જૂને દક્ષિણ આફ્રિકાએ બાંગ્લાદેશ વિરુદ્ધની મેચમાં પોતાની બદલે રંગની કિટ પહેરી હતી. તે મેચમાં આફ્રીકી ખેલાડીઓએ ગ્રીન રંગને બદલે પીળા રંગની કિટ પહેરી હતી. બાંગ્લાદેશે પણ પોતાની અવે કિટનું અનાવરણ હાલમાં જ કર્યું છે અને તેમાં લાલ રંગનું આધિપત્ય છે. જણાવી દઈએ કે ભારત આ વર્લ્ડ કપમાં એકપણ મેચ નથી હાર્યું. જો કે વરસાદને કારણે ભારતની એક મેચ રદ્દ થઈ ગઈ હતી. 22 જૂને ભારત અને અફઘાનિસ્તાન વિરુદ્ધ મુકાબલો થનાર છે.

હાર્દિક પંડ્યા માટે ટ્વીટ કરી ફસાયા રણવીર સિંહ, નોટિસ મળીહાર્દિક પંડ્યા માટે ટ્વીટ કરી ફસાયા રણવીર સિંહ, નોટિસ મળી

English summary
here is why indian team will wear orange jersey against england in icc world cup 2019
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X