અહીં મળે છે બ્રાની સાઈઝ પ્રમાણે મફત ડ્રિંક્સ, ઓફર વાયરલ થતા બબાલ સર્જાઈ
લોકો પોતાના બિઝનેસને પ્રમોટ કરવા માટે વિવિધ પ્રકારની સ્કીમ અમલમાં મુકતા હોય છે. હવે આવી જ એક સ્કીમે બબાલ મચાવી દીધી છે. ઓસ્ટ્રેલિયાના એક પબે મહિલાઓને બ્રાની સાઈઝ પ્રમાણે ડ્રિંક્સ મફત આપવાની જાહેરાત કરતા વિવાદ થઈ રહ્યો છે.
અહેવાલો અનુસાર, ઓસ્ટ્રેલિયાના એક પબે મહિલાઓને અનોંખી ઓફર આપી છે. પબ દ્વારા ઓફર કરાઈ છે કે, તે મહિલાઓને ફ્રીમાં ડ્રિંક્સ આપશે પરંતુ આ મહિલાઓની બ્રાની સાઈઝ પર આધાર રાખશે. બ્રાની સાઇઝ જેટલી મોટી હશે તેટલા વધુ ડ્રિંક્સ મળશે.

મીડિયા રિપોર્ટ અનુસાર, આ ઘટના ઓસ્ટ્રેલિયાના એડિલેડ શહેરની છે. અહીંના એક પબ આ ઓફર કરી રહ્યુંં છે. આ જાહેરાત બાદ લોકો હોબાળો મચાવી રહ્યા છે. આ પબનું નામ વુલશેડ ઓન હિંડલીે છે.
આ ઓફરમાં પબ શરતો મુકી છે કે, એ-કપ સાઇઝની બ્રા પહેરનાર મહિલાઓને એક ફ્રી ડ્રિંક મળશે, જ્યારે બી-કપ બ્રા પહેરનાર મહિલાઓને 2 ડ્રિંક મળશે. અહીં પબે સી-કપ બ્રા પહેરનાર મહિલાને ત્રણ ડ્રિંક્સ મફત આવવાની ઓફર આપી છે.
આ ઓફરમાં સૌથી ચોંકાવનારી બાબત એ છે કે મહિલાઓએ પોતાની બ્રાની સાઈઝ બતાવવા બ્રા ઉતારવી પડે છે. આ બાબતને લઈને જ બબાલ થઈ રહી છે. પબના ગ્રાહકો ત્યાં પહોંચ્યા તો તેમને બોર્ડ અને પેમ્ફલેટ પર આ ઓફર લખેલી જોવા મળી. જે પછી વિરોધ શરૂ કર્યો. હવે આ જાહેરાત હટાવી દેવામાં આવી છે અને પબે ઓફર પાછી ખેંચી લીધી છે.
મીડિયા રિપોર્ટ અનુસાર, લોકોના વિરોધ બાદ પબ દ્વારા લોકોની માફી પણ માંગવામાં આવી છે. પબે પોતાની જાહેરાતથી ગ્રાહકોને પડેલી મુશ્કેલી માટે ખેદ વ્યક્ત કર્યો છે.
માફી માંગતા પહેલા પબ દ્વારા આ ઓફરનો ખુબ પ્રચાર કરાયો હતો. પબે સોશિયલ મીડિયા પર 'ધ બીગ, ધ બેટરટ ટેગ લાઈન સાથે લખ્યું હતું કે બ્રા પહેરવી ખૂબ જ અસુવિધાજનક છે, તેથી તેને શેડમાં લટકાવી દો અને તેને ઢીલી કરો. આ જાહેરાતની ખૂબ ટીકા થઈ હતી. આખરે પબે માફી માંગી લીધી છે.












Click it and Unblock the Notifications
