For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સહાયક શિક્ષક પરીક્ષા 2018માં હાઈકોર્ટે એક પ્રશ્નનો જવાબ ખોટો ગણ્યો, આપી આ સૂચના

અદાલતે તેમાંથી માત્ર એકને ઉઠાવેલા વાંધાને માન્ય રાખ્યો (પ્રશ્ન નંબર 60). આ ઉપરાંત નિર્દેશ આપતી વખતે કોર્ટે કહ્યું કે, જો ઉમેદવાર એક ગુણ મેળવ્યા બાદ મેરિટમાં આવે તો તેને નોકરી આપવી જોઇએ.

|
Google Oneindia Gujarati News

પ્રયાગરાજ : અલ્હાબાદ હાઇકોર્ટે સહાયક શિક્ષક ભરતી પરીક્ષા 2018 સંબંધિત એક પ્રશ્ન પર ચૂકાદો આપ્યો છે. પરીક્ષામાં પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબને ખોટો ગણીને હાઇકોર્ટે અરજી કરનારા ઉમેદવારોને એક માર્ક આપવાનો આદેશ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે, અરજીમાં 6 પ્રશ્નના જવાબને પડકારવામાં આવ્યા હતા.

Assistant Teacher Recruitment

હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરનારા અરજદારોનું કહેવું છે કે, ભરતી ઓથોરિટી દ્વારા જે જવાબો સાચા તરીકે સ્વીકારવામાં આવ્યા છે તે સાચા નથી. અદાલતે તેમાંથી માત્ર એકને ઉઠાવેલા વાંધાને માન્ય રાખ્યો (પ્રશ્ન નંબર 60). આ ઉપરાંત નિર્દેશ આપતી વખતે કોર્ટે કહ્યું કે, જો ઉમેદવાર એક ગુણ મેળવ્યા બાદ મેરિટમાં આવે તો તેને નોકરી આપવી જોઇએ. કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ એમ. એ. ભંડારી અને જસ્ટિસ અનિલ કુમાર ઓઝાની ડિવિઝન બેચે અભિષેક શ્રીવાસ્તવ અને ડઝનેક ઉમેદવારો દ્વારા દાખલ કરવામાં આવેલી વિશેષ અપીલ પર આ આદેશ આપ્યો છે.

મળતી માહિતી મુજબ, હાઈકોર્ટની સિંગલ બેચે ઉમેદવારોનો દાવો ફગાવી દીધો હતો. હાઇકોર્ટે રણવિજય સિંહ કેસમાં સુપ્રીમ કોર્ટ દ્વારા પ્રસ્તાવિત કાયદાના સિદ્ધાંતના પ્રકાશમાં આ બાબતની તપાસ કરી હતી. આ કેસમાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે, અદાલતોની સત્તાઓ મર્યાદિત છે ફરી તપાસ અથવા ઉત્તરપત્રની ચકાસણીના મામલામાં. જો ભરતીના નિયમોમાં આ જોગવાઈ છે, તો આ અધિકાર ઉમેદવારોને આપવો જોઈએ. જો કોઈ જોગવાઈ ન હોય તો, કોર્ટ ફરીથી પરીક્ષા અથવા ચકાસણીનો આદેશ આપી શકે છે. સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું છે કે શંકાના કિસ્સામાં, શંકાનો લાભ પરીક્ષાર્થીને આપવામાં આવશે, ઉમેદવારને નહીં.

કોર્ટે તમામ 6 પ્રશ્નોની તપાસ કરી હતી. પાંચ પ્રશ્નોમાં ઉમેદવાર દાવો સાબિત કરી શક્યા નથી, જ્યારે પ્રશ્ન નંબર 60માં વિકલ્પ તરીકે લેખકના ખોટા નામના કારણે, કોર્ટે ઉમેદવારને આ પ્રશ્નનો એક ગુણ આપવા આદેશ આપ્યો છે. હાઈકોર્ટે કહ્યું કે, જેની પહેલાથી જ પસંદગી થઇ છે અને નિમણૂક થયા છે તેમને કોઈ પણ રીતે અસર ન થવી જોઈએ. પસંદગી અને નિમણૂક પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે, તેથી તમામ ઉમેદવારોને વધુ નંબર અથવા ગુણ આપવાથી સમગ્ર પ્રક્રિયા ખલેલ પહોંચશે. જેથી, લાભ ફક્ત તે જ લોકોને મળશે, જેમણે અરજી દાખલ કરી છે અને જેમના ગુણ ઓછા છે. જો કોઈના 2 ગુણ ઓછા હશે, તો તેને આ ઓર્ડરનો લાભ મળશે નહીં.

English summary
The Allahabad High Court has ruled on a question related to Assistant Teacher Recruitment Examination 2018. Rejecting the answer to the question asked in the examination, the High Court has ordered to give a mark to the candidates applying.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X