ઘાસચારા કૌભાંડમાં લાલુ પ્રસાદ યાદવને હાઇકોર્ટે આપ્યા જામિન
બિહારના પૂર્વ મુખ્ય પ્રધાન અને રાજેડી નેતા લાલુ પ્રસાદ યાદવને ઘાસચારા કૌભાંડ કેસમાં ઝારખંડ હાઈકોર્ટથી મોટી રાહત મળી છે. ઝારખંડ હાઈકોર્ટે ઘાસચારા કૌભાંડ કેસમાં આરજેડી નેતા લાલુ પ્રસાદ યાદવને જામીન આપી દીધા છે. દુમકા ટ્રેઝ
બિહારના પૂર્વ મુખ્ય પ્રધાન અને રાજેડી નેતા લાલુ પ્રસાદ યાદવને ઘાસચારા કૌભાંડ કેસમાં ઝારખંડ હાઈકોર્ટથી મોટી રાહત મળી છે. ઝારખંડ હાઈકોર્ટે ઘાસચારા કૌભાંડ કેસમાં આરજેડી નેતા લાલુ પ્રસાદ યાદવને જામીન આપી દીધા છે. દુમકા ટ્રેઝરીમાંથી નકલી ઉપાડ સંબંધિત કેસની સુનાવણી કોર્ટે શનિવારે કરી હતી. આખો મામલો 1995-96 ના વર્ષ સાથે સંબંધિત છે. આ કેસમાં લાલુ યાદવ ઉપરાંત પૂર્વ સીએમ જગન્નાથ મિશ્રા સહિત 30 આરોપીઓ છે.

તમને જણાવી દઇએ કે આ કેસ ડિસેમ્બર 1995 થી જાન્યુઆરી 1996 ની વચ્ચે દુમકા ટ્રેઝરીમાંથી રૂ 13.13 કરોડ રૂપિયા ઉપાડવાનો આરોપ છે. આ કેસમાં 11 મે 2000 ના રોજ પ્રથમ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. લાલુ વિરુદ્ધ ઘાસચારા કૌભાંડના 6 કેસ નોંધાયા છે, જેમાંથી ત્રણને સજા ફટકારવામાં આવી છે. આ ચોથો કેસ છે જેમાં હાઇકોર્ટમાંથી જામીન લેવામાં આવ્યા છે. ઘાસચારા કૌભાંડના પહેલા કેસમાં લાલુને 2013માં 5 વર્ષની સજા ફટકારી હતી.
કૌભાંડના બીજા કેસમાં લાલુને 23 ડિસેમ્બર 2017 ના રોજ દોષી ઠેરવવામાં આવ્યા હતા અને સાડા ત્રણ વર્ષની કેદની સજા ફટકારવામાં આવી હતી. ત્રીજા કેસમાં લાલુને ચાયબાસા ટ્રેઝરીમાંથી ગેરકાયદેસર પૈસા ઉઘરાવવા બદલ પાંચ વર્ષની સજા ફટકારી હતી. દુમકા ટ્રેઝરી કેસમાં જામીન મળ્યા બાદ હવે લાલુપ્રસાદ યાદવ જલ્દીથી જેલની બહાર આવશે, કારણ કે ચાઇબાસા અને દેવઘર ટ્રેઝરીમાંથી ગેરકાયદેસર પૈસા ઉપાડવાના કેસમાં તેમને પહેલેથી જ જામીન મળી ચૂક્યા છે.
આ પણ વાંચો: દેશમાં મુખ્ય શહેરોમાં કોવિડના કારણે થતા મોતમાં અમદાવાદમાં મૃત્યુ દર સૌથી વધુ
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત





Click it and Unblock the Notifications
