અસીમ ત્રિવેદીની ધરપકડ બદલ હાઇકોર્ટે મુંબઇ પોલીસની ઝાટકણી કાઢી

ન્યાયમૂર્તિ ડી.વાઇ.ચંદ્રચૂડ અને ન્યાયમૂર્તિ અમજદ સૈયદની ખંડપીઠે કહ્યું હતું કે પોલીસ સામાન્ય પુરાવાના આધાર પર કેવી રીતે ધરપકડ કરી શકે. મુંબઇ પોલીસે એક કાર્ટૂનિસ્ટની ધરપકડ કરી છે અને તેના વાણી સ્વતંત્રતાના અધિકારનો ભંગ કર્યો છે.
ગત શનિવારે કાનપુરના કાર્ટૂનિસ્ટ અસીમ ત્રિવેદીની રાજદ્રોહના ગુના હેઠળ ધરપકડ કરવામાં આવી હતી અને હાઇકોર્ટ દ્રારા જામીન આપ્યાના બે દિવસ પછી તેમને છોડવામાં આવ્યા હતા.












Click it and Unblock the Notifications
