For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

યુપીના ત્રણ ટોપ અધિકારીઓ પર હાઇકોર્ટની ફટકાર, એકને જેલ

|
Google Oneindia Gujarati News

jail
લખનઉ, 7 મે : ઉત્તર પ્રદેશના ઘણા મોટા અધિકારીઓ પર હાઇકોર્ટની ગાજ પડી છે. કોર્ટનો અનાદર કરવા બદલ હાઇકોર્ટની લખનઉ બેંચે યુપીના પ્રમુખ ગૃહ સચિવ આરએમ શ્રીવાસ્તવને કસ્ટડીમાં લઇ લીધા છે. તેમને કોર્ટમાં બેસાડીને રાખવામાં આવ્યા છે. પ્રમુખ ગૃહસચિવ પર પૂર્વમંત્રી રામવીર ઉપાધ્યાયને સુરક્ષા આપવાના મામલે આ કાર્યવાહી કરવામાં આવી છે.

જ્યારે અનાદરના અન્ય મામલામાં એક બીજા કેસમાં પ્રમુખ સચિવ સ્ટાંપ કેએલ મીનાને પણ કસ્ટડીમાં લઇ લેવામાં આવ્યા છે. તેમને પણ કોર્ટમાં બેસાડી દેવામાં આવ્યા છે. જ્યારે અનાદરના વધું એક માલામાં ફૈસાબાદના એડિશનલ કમિશ્નર પ્રશાસન શૈલેન્દ્ર કુમાર સિંહને હાઇકોર્ટની લખનઉ બેંચે ત્રણ દિવસ માટે જેલભેગા કરી દીધા છે.

હાઇકોર્ટે શૈલેન્દ્ર કુમાર સિંહને એક મામલાને છ મહિનાની અંદર નિપટાવી દેવાનો આદેશ આપ્યો હતો. આ મામલામાં હાઇકોર્ટે સિંહને વ્યક્તિગત રીતે ઝડપી પાડ્યો હતો. છ મહિનાની અંદર શૈલેન્દ્રએ હાઇકોર્ટના આદેશ બાદ પણ કાર્ય સમાપ્ત થયું નહી. ત્યારબાદ તેમને ત્રણ દિવસ માટે જેલભેગા કરી દેવામાં આવ્યા.

English summary
High court slapped to Utter Pradesh's top three officer.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X