મુંબઇમાં હાઇ ટાઇડ અને ઉત્તરાખંડમાં ભારે વર્ષાની ચેતવણી
નવી દિલ્હી, 15 જુલાઇ : ભારતીય હવામાન વિભાગે કેટલાક રાજ્યો માટે ચેતવણી જાહેર કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તરાખંડમાં છેલ્લા 48 કલાકથી ભારે વરસાદ વરસી રહ્યો છે. જેના પગલે ભૂસ્ખલનની ચેતવણી આપવામાં આવી છે. જ્યારે મહારાષ્ટ્રના મુંબઇમાં પણ ભારે વરસાદને પગલે હાઇ ટાઇડની ચેતવણી આપવામાં આવી છે.
હવામાન વિભાગે જિલ્લા વહીવટીતંત્રને વધારે વરસાદવાળા વિસ્તારોમાં અગમચેતી રાખીને કામ કરવા સૂચના આપી છે. બીજી તરફ મંગળવારે મુંબઇમાં 4.95 મીટર ઊંચા હાઇ ટાઇડની ચેતવણી આપી છે. આ ચેતવણીને ધ્યાનમાં રાખીને બોમ્બે મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી)એ મુંબઇના ડિઝાસ્ટર મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટને તમામ બીચ અને દરિયાકિનારાના વિસ્તારો પર ચાંપતી નજર રાખવા જણાવ્યું છે.

બીજી તરફ વર્ષ 2013માં ભાર વરસાદને કારણે આવેલી કુદરતી આફતને ધ્યાનમાં રાખીને આ વર્ષે ઉત્તરાખંડ સરકારે ધાર્મિક સ્થળો જેવા કે કેદારનાથ, બદ્રીનાથ અને ગંગોત્રી વિસ્તારોમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. આ વિસ્તારોમાં રવિવાર અને સોમવારે નાના ભૂસ્ખલન નોંધવામાં આવ્યા હતા. જેના કારણે અનેક માર્ગો પર ટ્રાફિક જામ થઇ ગયો હતો.
ઉત્તરાખંડના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે છેલ્લા બે દિવસોમાં ઉત્તરાખંડના નેતાલા, લાંબગાંવ, ઉત્તરકાશી અને ચોરંગીખાલમાં ભૂસ્ખલન નોંધાયું હતું. જેના પગલે આ વિસ્તારોની ટીમને ચેતવણી આપવામાં આવી છે.
-
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત?









Click it and Unblock the Notifications
