For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મુંબઇમાં હાઇટાઇડ; અનેક વિસ્તારોમાં દરિયાનું પાણી ફળી વળ્યું

|
Google Oneindia Gujarati News

મુંબઇ, 12 જૂન : આજે મુંબઈમાં સવારના પહોરમાં જ દરિયા દેવે અચાનક રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. તેના કારણે દરિયાના વિકરાળ મોજાઓ એટલે કે હાઇ ટાઇડે મુંબઇગરાઓનું ટેન્શન વધારી દીધું હતું.

મુંબઇમાં હવામાનમાં અચાનક પલટો આવતા દાદર, શિવાજી પાર્ક, વરલી, નરીમાન પોઈન્ટ, મહીમ ક્રોસવે, વર્સોવા વિસ્તારમાં સમુદ્રના કિનારા પરના વિસ્તારોમાં પાણી રસ્તા પર ફરી વળ્યું હતું. અહેવાલ અનુસાર સવારે અંદાજે 11.30 કલાકે દરિયામાં 4.56 મીટર ઊંચા મોજા ઉઠળી રહ્યા હતા. હવામાન વિભાગ અનુસાર આવતીકાલે એટલે કે શુક્રવારે 4.79 મીટર ઊંચા મોજા ઉછળી શકે છે.

mumbai-high-tide

પ્રાપ્ત માહિતી અનુસાર હાઇ ટાઇડને કારણે આજે મુંબઇમાં દરિયાનું પાણી અંદાજે 150 મીટર સુધી અંદર આવી ગયું હતું. આ કારણે મુંબઇના લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડયો છે. કહેવામાં આવી રહ્યું છે કે મહારાષ્ટ્રમાં રત્નાગિરી સુધી ચોમાસુ પહોંચી ગયું છે. મુંબઇમાં આવનારા પાંચ-છ દિવસમાં ચોમાસુ પહોંચી જશે. જ્યારે ગુજરાતમાં એક-બે દિવસમાં ચોમાસુ પહોંચી જશે.

નોંધનીય છે કે હવામાન વિભાગે પહેલા જ અરબી સમુદ્રમાં 'નનૌક' નામના વાવાઝોડાની શક્યતાથી ચેતવણી જાહેર કરી હતી. આ દરમિયાન અરબ સાગરમાં લો પ્રેશર સર્જાતા મુંબઇમાં હાઇ ટાઇડની સ્થિતિ સર્જાઇ હતી. જો કે તેના કારણે મોટા નુકસાનના અહેવાલ મળ્યા નથી.

English summary
High tide in Mumbai; Many areas flooded with Arabian Sea water.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X