For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતમાં એક દિવસમાં 1 કરોડથી વધુ કોરોના વેક્સીનો ડોઝ લગાવાયો, PM મોદીથી લઈને બિગ ગેટ્સ સુધીએ વ્યક્ત કરી ખુશી

ભારતમાં શુક્રવારે (27 ઓગસ્ટ)ના રોજ એક દિવસમાં 1 કરોડથી વધુ કોરોના વાયરસ વેક્સીનનો ડોઝ લગાવવામાં આવ્યો છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ભારતમાં શુક્રવારે (27 ઓગસ્ટ)ના રોજ એક દિવસમાં 1 કરોડથી વધુ કોરોના વાયરસ વેક્સીનનો ડોઝ લગાવવામાં આવ્યો છે. આ એક દિવસમાં કરવામાં આવેલ રસીકરણની અત્યાર સુધીની સર્વાધિક સંખ્યા છે. 27 ઓગસ્ટ, 2021ના રોજ એક દિવસમાં 1,00,64,032 રસીનો ડોઝ આપવામાં આવ્યો છે. ભારતમાં 16 જાન્યુઆરી, 2021ના રોજ કોરોના વાયરસ સામે રસીકરણ અભિયાનની શરૂઆત થઈ હતી. દેશભરમાં અત્યાર સુધી 62 કરોડથી વધુ વેક્સીન ડોઝ લગાવવામાં આવ્યો છે. જેમાંથી 49.08 કરોડને પહેલો ડોઝ લગાવવામાં આવ્યો છે અને 14.08 કરોડ લોકોને બંને ડોઝ લગાવવામાં આવ્યો છે.

PM મોદીએ કહ્યુ - રેકૉર્ડતોડ વેક્સીનેશન

PM મોદીએ કહ્યુ - રેકૉર્ડતોડ વેક્સીનેશન

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક દિવસમાં એક કરોડ વેક્સીનના ડોઝ લગાવવા પર ખુશી વ્યક્ત કરી છે અને વેક્સીનેશન અભિયાનને તેજીથી વધારવા માટે અભિનંદન આપ્યો છે. પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને કહ્યુ - આજે રેકૉર્ડતોડ વેક્સીનેશન થયુ. એક દિવસમાં 1 કરોડનો આંકડો પાર કરવો એક મહત્વપૂર્ણ ઉપલબ્ધિ છે. રસી લગાવનારા અને રસીકરણ અભિયાનને સફળ બનાવનારાને અભિનંદન.

ભારતમાં કોરોના સામે સફળ લડાઈ લડીને આખા વિશ્વને ઉદાહરણ આપ્યુ છે

ભારતમાં કોરોના સામે સફળ લડાઈ લડીને આખા વિશ્વને ઉદાહરણ આપ્યુ છે

કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વિટ કરીને કહ્યુ, 'સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ, સબકા પ્રયાસ. આ એ જ પ્રયાસ છે જેનાથી દેશે 1 દિવસમાં 1 કરોડથી વધુ રસી લગાવવાનો આંકડો પાર કરી લીધો છે. આરોગ્યકર્મીઓના અથાગ પરિશ્રમ અને પીએમ નરેન્દ્ર મોદીના સબકો વેક્સીન મુફ્ત વેક્સીન નો દ્રઢ સંકલ્પ રંગ લાવી રહ્યો છે.' વળી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ ટ્વિટ કરીને ખુશી વ્યક્ત કરી છે. અમિત શાહે લખ્યુ - 1 દિવસમાં 1 કરોડ વેક્સીન. આ આંકડો નવા ભારતની દ્રઢ ઈચ્છાશક્તિ તેમજ અપાર ક્ષમતાનુ પ્રતિબિંબ છે. એક દૂરદર્શી તેમજ કર્મઠ નેતૃત્વ કેવી રીતે એક દેશ કોરોના સામે સફળ લડાઈ લડીને આખા વિશ્વમાં ઉદાહરણ સ્થાપિત કરી શકે છે...એ નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં નવા ભારતે દુનિયાને બતાવ્યુ છે.

બિલ ગેટ્સે પણ વ્યક્ત કરી ખુશી

બિલ ગેટ્સે પણ વ્યક્ત કરી ખુશી

દુનિયાના સૌથી અમીર લોકોમાં શામેલ માઈક્રોસૉફ્ટના ફાઉન્ડર બિલ ગેટ્સે પણ 1 દિવસમાં 1 કરોડ વેક્સીનના આંકડાને પાર કરવા માટે ભારતે અભિનંદન આપ્યા છે. બિલ ગેટ્સે ટ્વિટ કરીને લખ્યુ - ભારતને આ જબરદસ્ત રેકૉર્ડ માટે અભિનંદન. સરકાર, અનુસંધાન તેમજ વિકાસ સમુદાય વેક્સીન નિર્માતાઓ અને લાખો આરોગ્યકર્મીઓના સામૂહિક પ્રયાસોએ આ ઉપલબ્ધિને સંભવ બનાવી છે.

કયા રાજ્યમાં કેટલો વેક્સીન ડોઝ આપવામાં આવ્યો

કયા રાજ્યમાં કેટલો વેક્સીન ડોઝ આપવામાં આવ્યો

ભારતમાં એક દિવસમાં (27 ઓગસ્ટ) એક કરોડથી વધુ વેક્સીન ડોઝ(1,00,64,032) લગાવવામાં આવ્યો. જેમાં સૌથી વધુ રસીકરણ 28.62 લાખ ઉત્તરપ્રદેશમાં, કર્ણાટકમાં 10.79 લાખ, મહારાષ્ટ્રમાં 9.84 લાખ, હરિયાણામાં 6 લાખ અને પશ્ચિમ બંગાળમાં 5.47 લાખ તેમજ બિહારમાં 4.98 લાખ, ગુજરાતમાં 4.89 લાખ, કેરળમાં 4.84 લાખ, રાજસ્થાનમાં 4.59 લાખ, તમિલનાડુમાં 3.73 લાખ, આંધ્ર પ્રદેશમાં 3.24 લાખ, ઓરિસ્સામાં 2.67 લાખ અને આસામમાં 2.5 લાખ લોકોને વેક્સીનનો ડોઝ લગાવવામાં આવ્યો છે.

English summary
Highest single-day vaccine coverage with 1 crore doses in India yesterday, Know PM Modi to bill gates reaction
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X