For Quick Alerts
For Daily Alerts
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના રાષ્ટ્રને નામ સંબોધનની મોટી વાતો
દેશમાં કોરોના વાયરસના સતત વધતા કેસોને જોતા કેન્દ્ર અને રાજ્ય સરકારો યુદ્ધના સ્તરે કામ કરી રહી છે. આરોગ્ય મંત્રાલયના રિપોર્ટ મુજબ ભારતમાં કોરોના વાયરસના કુલ કેસોની સંખ્યા વધીને 173 થઈ ગઈ છે. આમાં 25 વિદેશી પણ શામેલ છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધી કોરોના વાયરસના સૌથી વધુ 44 કેસ સામે આવ્યા છે. આ મહામારીથી ચાર લોકોના મોત નીપજ્યા છે. ભારતમાં કોરોના વાયરસના પ્રકોપને જોતા પીએંમ મોદીએ આજે રાષ્ટ્રને સંબેધિત કર્યા. આવો જાણીએ એક નજરમાં તેમના ભાષણી મોટી વાતો..
- પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યુ, બે વિશ્વ યુદ્ધોમાં પણ આટલા દેશ પ્રભાવિત નહોતા થયા જેટલા કોરોના વાયરસથી થયા છે.
- દેશવાસીઓએ કોરોના વાયરનો જોરદાર મુકાબલો કર્યોઃ પીએમ મોદી
- દેશવાસીઓ પાસે જ્યારે પણ કંઈ માંગ્યુ છે તો તેમણે ક્યારેય નિરાશ નથી કર્યો, મને તમારા આવનારા થોડા સપ્તાહ જોઈએ તમારો સમય જોઈએઃ પીએમ મોદી
- પીએમ મોદીએ કહ્યુ, અત્યાર સુધી વિજ્ઞાન કોરોના મહામારીથી બચવા માટે કોઈ નિશ્ચિત ઉપાય નથી શોધી શકી અને ના કોઈ વેક્સીન બની શકી છે. આવી સ્થિતિમાં ચિંતા વધવી સ્વાભાવિક છે.