For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PM મોદીના દેશવાસીઓને આપેલા 12 મિનિટના વીડિયો સંદેશની મહત્વની વાતો

ચાલો જાણીએ પ્રધાનમંત્રી મોદીના 12 મિનિટના વીડિયો સંદેશની 12 મહત્વની વાતો -

|
Google Oneindia Gujarati News

દેશ અત્યારે કોરોના વાયરસ(કોવિડ-19) સામે જંગ લડી રહ્યો છે. આ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે દેશવાસીઓ માટે એક વીડિયો સંદેશ જારી કર્યો છે. આ વીડિયો સંદેશમાં તેમણે વાયરસને એક સાથે હરાવવા પર જોર આપ્યુ અને કહ્યુ કે જે અનિશ્ચિતતા પેદા થઈ છે તેને સમાપ્ત કરીને ઉજાશ તરફ આગળ વધવાનુ છે. કોરોનાને પરાજિત કરવા માટે આપણે પ્રકાશના તેજને ચારે દિશાઓમાં ફેલાવવાનો છે. ચાલો જાણીએ પ્રધાનમંત્રી મોદીના 12 મિનિટના વીડિયો સંદેશની મહત્વની વાતો -

pm modi
  • પીએમે કહ્યુ કે કોરોનાને પરાજિત કરવા માટે આપણે પ્રકાશના તેજને ચારે દિશાઓમાં ફેલાવવાનો છે.
  • આ રવિવારે પાંચ એપ્રિલના રોજ આપણે બધાએ મળીને કોરોના સંકટના અંધકારને પડકારવાનો છે. તેને પ્રકાશની તાકાતનો પરિચય આપવાનો છે.
  • આ પાંચ એપ્રિલે આપણે 130 કરોડ દેશવાસીઓએ મહાશક્તિનુ જાગરણ કરવાનુ છે.
  • રાત 9 વાગે તમારા બધાની 9 મિનિટ હું ઈચ્છુ છે, ઘરના બધા દરવાજા બંધ કરીને દરવાજા પર મિણબત્તી, દીવો, ટૉર્ચ કે મોબાઈલની ફ્લેશ લાઈટ સળગાવવાની છે. 9 મિનિટ સુધી જરૂરથી ચલાવો.
  • એ વખતે ઘરની બધી લાઈટો બંધ કરીને એક જ હેતુથી બધા લડી રહ્યા છે, એ દેખાય, એ પ્રકાશમાં કોઈ એકલુ નથી. 130 કરોડ દેશવાસી એક જ સંકલ્પ સાથે કૃતસંકલ્પ છે.
  • પીએમે કહ્યુ, આ આયોજન વખતે કોઈએ ક્યાંય પણ ભેગા થવાનુ નથી. રસ્તામાં કે ગલીઓમાં ક્યાંય નહિ. સોશિયલ ડિસ્ટંસીંગને કોઈ પણ હાલતમાં તોડવાનુ નથી.
  • પીએમે કહ્યુ કે કોરોનાની ચેન તોડવાનો આ જ રામબાણ ઈલાજ છે.
  • પીએમે કહ્યુ, સોશિયલ ડિસ્ટંસ્ટીંગની લક્ષ્મણ રેખાને તોડવાની નથી. કોરોનાની ચેન તોડવાનો એકમાત્ર વિકલ્પ છે સોશિયલ ડિસ્ટંસીંગ.
  • પીએમે કહ્યુ, આપણે સંકલ્પ કરીશુ કે આપણે એકલા નથી, કોઈ એકલુ નથી.
  • 9 મિનિટ માટે આપણે સંઘર્ષની રોશની બતાવવાની છે.

આ પણ વાંચોઃ દેશમા કોરોનાએ ગતિ પકડી, નવા મામલામાં 60 ટકા જમાત સાથે કનેક્ટેડઆ પણ વાંચોઃ દેશમા કોરોનાએ ગતિ પકડી, નવા મામલામાં 60 ટકા જમાત સાથે કનેક્ટેડ

English summary
highlights of video message of pm narendra modi coronavirus
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X